ભરૂચ: મરકજમાં હાજરી આપનાર 4 લોકોના રીપોર્ટ પોઝિટિવ, તંત્રમાં દોડધામ

અટલ સમાચાર, ડેસ્ક નિઝામુદ્દીન મરકજના જમાતીઓને કારણે ગુજરાતના જે વિસ્તારોમાં કોરોનાનો એકપણ કેસ ન હતો, ત્યાં પણ કોરોના પહોંચી ગયું છે. ત્યારે આ શહેરોમાં વધુ એક શહેરનો ઉમેરો થયો છે. ભરૂચમાં કોરોનાના પહેલા 4 કેસ સામે આવ્યા છે. નિઝામુદ્દીન મરકજમાંથી પરત આવેલા 4 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ચારેય દર્દી ઈખર ગામના છે. પોઝિટિવ કેસને
 
ભરૂચ: મરકજમાં હાજરી આપનાર 4 લોકોના રીપોર્ટ પોઝિટિવ, તંત્રમાં દોડધામ

અટલ સમાચાર, ડેસ્ક

નિઝામુદ્દીન મરકજના જમાતીઓને કારણે ગુજરાતના જે વિસ્તારોમાં કોરોનાનો એકપણ કેસ ન હતો, ત્યાં પણ કોરોના પહોંચી ગયું છે. ત્યારે આ શહેરોમાં વધુ એક શહેરનો ઉમેરો થયો છે. ભરૂચમાં કોરોનાના પહેલા 4 કેસ સામે આવ્યા છે. નિઝામુદ્દીન મરકજમાંથી પરત આવેલા 4 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ચારેય દર્દી ઈખર ગામના છે. પોઝિટિવ કેસને કારણે ભરૂચનું તંત્ર દોડતું થયું. કોરોનાને લઈ આરોગ્ય વિભાગની મોડી રાતે કાર્યવાહી કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભરૂચના ઇખર ગામના 10 લોકોને હોસ્પિટલ ખસેડાયા હતા. 4 લોકોને સિવિલ હોસ્પિટલ અને 6 લોકોને સ્થાનિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા. જોકે, 8 માર્ચે ભરૂચ સિવિલમાં દરેક 80 જમાતી રિપોર્ટ માટે આવ્યા હતા. જેમાંથી 70ના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને 4ના પોઝિટિવ આવ્યા છે. 6 લોકોના રિપોર્ટ હજી પેન્ડિંગ છે. સાંજ સુધીમાં રિપોર્ટ આવવાની શક્યતા. ત્યાં સુધી તમામ લોકોને ક્વોરેન્ટાઈન કરાયા છે.

ભરૂચમાં 4 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. આમોદ તાલુકાના ઇખર ગામમાં 4 પોઝિટિવ કેસને સત્તાવાર સમર્થન આપ્યું છે. ચારેય પોઝિટિવ કેસ તામિલનાડુની જમાતના હોવાનું બહાર આવ્યું છે. ચારેય જમાતીઓ તામિલનાડુથી ટ્રેન મારફતે અંકલેશ્વર આવ્યા હતા. ત્યાર બાદ બાય રોડ ભરૂચ આવીને તા. 12 થી 17 માર્ચ દરમિયાન એક મસ્જિદમાં રોકાયા હતા. તારીખ 17 માર્ચે ભરૂચથી ઇખર ગામ રવાના થયા હતા અને તા. 22 માર્ચ સુધી ઇખરની એક મસ્જિદમાં રોકાયા હતા.