ભાભર: લોકડાઉન વચ્ચે મંદિરના ઉત્સવ માટે બચાવેલા પૈસા લઇ તસ્કરો ફરાર

અટલ સમાચાર, ભાભર કોરોનાને લઇ લોકડાઉન વચ્ચે બનાસકાંઠા જીલ્લામાં ચોર તત્વો બેફામ બન્યા હોવાનું સામે આવ્યુ છે. ભાભરમાં ખેતરના છાપરામાં પડેલી પેટીમાંથી 35 હજારની ચોરી કરી અજાણ્યા તસ્કરો પલાયન થઇ ગયા હતા. લોકડાઉનના બીજા તબક્કામાં જડબેસલાક પોલીસ બંદોબસ્ત હોવા છતાં બેફામ બનેલા ચોરતત્વો વિરૂધ્ધ કાર્યવાહી કરવા લોકમાંગ ઉઠી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં
 
ભાભર: લોકડાઉન વચ્ચે મંદિરના ઉત્સવ માટે બચાવેલા પૈસા લઇ તસ્કરો ફરાર

અટલ સમાચાર, ભાભર

કોરોનાને લઇ લોકડાઉન વચ્ચે બનાસકાંઠા જીલ્લામાં ચોર તત્વો બેફામ બન્યા હોવાનું સામે આવ્યુ છે. ભાભરમાં ખેતરના છાપરામાં પડેલી પેટીમાંથી 35 હજારની ચોરી કરી અજાણ્યા તસ્કરો પલાયન થઇ ગયા હતા. લોકડાઉનના બીજા તબક્કામાં જડબેસલાક પોલીસ બંદોબસ્ત હોવા છતાં બેફામ બનેલા ચોરતત્વો વિરૂધ્ધ કાર્યવાહી કરવા લોકમાંગ ઉઠી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ભાભરમાં મંદીરનો ઉત્સવ ઉજવવા ભેગા કરેલા પૈસાની પેટી તસ્કરો ઉઠાવી ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિકો સહિત ધર્મપ્રેમી જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગોગામહારાજના મંદીરનો ઉત્સવ ઉજવવા માટે એકઠા કરેલા પૈસા ખેતરના છાપરામાં પેટીમાં મુક્યા હતા. જોકે ચોરતત્વોએ પેટીમાંથી 35 હજારની ચોરી કરી પલાયન થઇ ગયા હતા.