ભાવનગરઃ નદીમાં ન્હાવા ગયા, એક જ પરિવારના પાંચ ડૂબતાં મોત થયા

અટલ સમાચાર, ડેસ્ક ભાવનગર જિલ્લાના વલ્લભીપુરના જૂના રતનપર ગામના 5 લોકોનાં ડૂબી જવાથી મોત થયા છે. જૂના રતનપરના ખેત મજૂરો ચાડા ગામની કેરી નદીમાં ન્હાવા ગયા હતા. તે દરમિયાન નદીના ખાડામાં એક વ્યક્તિ ડૂબતા તેને બચાવવા જતાં 5 લોકોના મોત થયા હતા. જ્યારે 5 લોકોને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યાા હતા. વલ્લભીપુર તાલુકાના જુના
 
ભાવનગરઃ નદીમાં ન્હાવા ગયા, એક જ પરિવારના પાંચ ડૂબતાં મોત થયા

અટલ સમાચાર, ડેસ્ક

ભાવનગર જિલ્લાના વલ્લભીપુરના જૂના રતનપર ગામના 5 લોકોનાં ડૂબી જવાથી મોત થયા છે. જૂના રતનપરના ખેત મજૂરો ચાડા ગામની કેરી નદીમાં ન્હાવા ગયા હતા. તે દરમિયાન નદીના ખાડામાં એક વ્યક્તિ ડૂબતા તેને બચાવવા જતાં 5 લોકોના મોત થયા હતા. જ્યારે 5 લોકોને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યાા હતા.

વલ્લભીપુર તાલુકાના જુના રતનપર ગામમાં નદીમાં ન્હાવા પડેલા 10 વ્યક્તિ ડૂબી ગયા હતા. જેમાંથી એક જ પરિવારના 5 લોકોનાં મોત થયા છે. જ્યારે 5 લોકોને સ્થાનિક તરવૈયાની મદદથી બચાવી લેવામાં આવ્યા છે. રતનપર ગામનાં દેવીપૂજક સમાજના ખેતમજૂરો બપોરે ભોજન લીધા બાદ ચાડા ગામેથી પસાર થતી કેરી નદીના ખાડામાં ભરાયેલા ખાડામાં ન્હાવા ગયા હતા. જેમાંથી તમામ ડૂબવા લાગતા સ્થાનિક તરવૈયાઓની મદદથી 5ને બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે પાંચ લોકોનાં મોત થયા હતા. મૃતકોમાં 3 પુરૂષ અને 2 મહિલાનો સમાવેશ થાય છે.

દુર્ઘટનાની જાણ 108ની ટીમને થતાં ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તપાસ દરમિયાન 108ની ટીમે 4 વ્યક્તિને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ભાવનાબેન સોલંકી નામની યુવતીનો શ્વાસ ચાલુ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી જોકે, તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

આ ઘટનામાં 50 વર્ષના ગીરધરભાઈ, 18 વર્ષના ગોપાલ, 17 વર્ષના મહેશ, 16 વર્ષની નિશા અને 18 વર્ષીય ભાવના સોલંકીનું મોત થયું છે. મૃતકો એક જ પરિવારનાં હોવાની માહિતી મળી રહી છે. પોલીસે નોંધેલી પ્રાથમિક માહિતી મુજબ ઘટનાસ્થળે તરવૈયાઓએ 5 લોકોને જીવતાં બચાવી લીધા હતા. જો તરવૈયાઓએ સમયસર તેમને બચાવ્યા ન હોત તો આ ઘટનામાં મૃતાંક વધવાની પૂરેપૂરી શક્યતા હતી.