મહેસાણાનું ભેંસાણા ગામ સુજલામ-સુફલામ યોજનાથી વંચિત, તંત્ર દ્વારા ગામ પ્રત્યે ઉદાસીન વલણઃગ્રામજનો

મહેસાણા તાલુકાના ભેસાણા ગામમાં નર્મદાના પાણીની પાઇપલાઇન દ્વારા તળાવો ભરવાના સુજલામ-સુફલામ યોજના તળે મળતા લાભની વંચિત રાખવામા આવેલ છે. ખેરવા-જગુદણ-અંબાસણ-બોરિયાવીથી પસાર થતી આ પાઇપ લાઇન નંખાઈ છે. જેનો લાભ બરોબર મધ્યમાં આવેલ ભેસાણા સિવાયના આજુબાજુમાં આવેલ અંબાસણ, મોદીપુર, બોરિયાવી, લીંચ, માકણજ સહિતના તમામ ગામોને મળે છે. સેન્ટરમાં આવેલ ગામને સુજવામ-સુફલામ યોજનાથી વંચિત રખાતા ગ્રામજનો ખીજાયા
 
મહેસાણાનું ભેંસાણા ગામ સુજલામ-સુફલામ યોજનાથી વંચિત, તંત્ર દ્વારા ગામ પ્રત્યે ઉદાસીન વલણઃગ્રામજનો

મહેસાણા તાલુકાના ભેસાણા ગામમાં નર્મદાના પાણીની પાઇપલાઇન દ્વારા તળાવો ભરવાના સુજલામ-સુફલામ યોજના તળે મળતા લાભની વંચિત રાખવામા આવેલ છે.  ખેરવા-જગુદણ-અંબાસણ-બોરિયાવીથી પસાર થતી આ પાઇપ લાઇન નંખાઈ છે. જેનો લાભ બરોબર મધ્યમાં આવેલ ભેસાણા સિવાયના આજુબાજુમાં આવેલ અંબાસણ, મોદીપુર, બોરિયાવી, લીંચ, માકણજ સહિતના તમામ ગામોને મળે છે. સેન્ટરમાં આવેલ ગામને સુજવામ-સુફલામ યોજનાથી વંચિત રખાતા ગ્રામજનો ખીજાયા છે.
અંબાસણથી પસાર થતી આ પાઇપ લાઇન ભેસાણા થી ફકત 800 મીટર જ દુર હોવા છતા ગામના તળાવોમા પાણી ભરવાનો લાભ આપવામા આવેલ નથી. હાલમા આ પાઇપ લાઇનનુ કામ કાજ ચાલુ હોવાથી આ બાબતે ગામના અગ્રણી જયવીરસિંહ જાડેજાએ નાયબ મુખ્યમંત્રીથી લઈ લાગતા-વળગતા વિભાગને રુબરુ મળી ગામને લાભ મળે તે બાબતે રજુઆત કરી છે.