આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, ભીલડી

ભીલડી પંથકમાં BSNLની ઓફીસમાંથી સીમકાર્ડ ચોરાયાની ઘટના સામે આવી છે. ગત દિવસોએ BSNL ડાઉન થયેલ હોઇ લાઇનમેન ચેકિંગમાં ગયા હતા. જોકે ત્યાં જઇ તપાસ કરતાં મેઇન ગેટનું તાળું તુટેલી હાલતમાં હતુ. જે બાદમાં વધુ તપાસ કરતાં સ્વીચ રૂમનું તાળું પણ તુટેલું જોવા મળતાં ચોરી થયાની આશંકાએ તપાસ કરી હતી. જેમાં તલાશી લેતાં અંદરથી 49,000ના સીમકાર્ડની ચોરી થયાનું ખુલ્યુ હતુ. જેથી લાઇનમેને ઉપરી અધિકારીને જાણ કર્યા બાદ અજાણ્યાં ઇસમો વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ભીલડી રતનપુરા BSNL એક્ષચેન્જમાંથી સીમકાર્ડની ચોરીની ઘટના સામે આવી છે. ગત તા.7 જૂનના રોજ લાઇનમેન પ્રભાતસિંહ બારીયા ભીલડી રતનપુરા BSNL એક્ષચેન્જ ડાઉન થયેલ હોઇ રાત્રે તપાસમાં ગયા હતા. જ્યાં પહોંચતાં મેઇન ગેટનો દરવાજો ખુલ્લો હોઇ અને તાળું તુટેલું જોવા મળ્યું હતુ. જે બાદમાં અંદર પ્રવેશતાં ઓફીસનું તાળું પણ તુટેલું હોઇ તપાસ કરતાં સ્વિચ રૂમના સી ડોટમાંથી BSNLના LCCના 47 સીમકાર્ડ અને BPCનું 1 સીમકાર્ડ મળી કુલ 49 હજારના સીમકાર્ડની ચોરી થઇ હતી.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, BSNL ઓફીસમાંથી સીમકાર્ડ ચોરાવાની ઘટનાને લઇ પંથકમાં ચકચાર મચી ગઇ છે. ગત તા.7 જૂનના રોજ બનેલી ઘટના બાદ લાઇનમેન પ્રભાતસિંહ બારીયાએ તાત્કાલિક ઉપરી અધિકારીએ જાણ કરી હતી. જે બાદમાં ઉપરી અધિકારી સહિતનાએ સ્થળ વિઝીટ કર્યા બાદ ફરીયાદ કરવાની સુચના બાદ લાઇનમેને ફરીયાદ નોંધાવી છે. સમગ્ર મામલે ભીલડી પોલીસે અજાણ્યાં ઇસમો વિરૂધ્ધ આઇપીસી કલમ 454, 457, 380 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.6

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code