આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ભિલોડા

અરવલ્લી જીલ્લામાં સતત અકસ્માતની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો હોવાની સાથે અકસ્માતમાં મોત નિપજવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ભિલોડાના ટાકાટૂંકા નજીકથી પસાર થતા અજાણ્યા વાહનની અડફેટે રાહદારીનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નિપજતા ચકચાર મચી હતી અકસ્માતના પગલે ભિલોડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

અરવલ્લી જિલ્લાના  ભિલોડાના ટાકાટૂંકા નજીક હિટ એન્ડ રનની ઘટનામાં અજાણ્યા આધેડ રાહદારીનું મોત નીપજ્યું હતું. શુક્રવારે સાંજના સુમારે ટાકાટૂંકા થી બોલુન્દ્રા તરફ જવાના વળાંકમાં પસાર થઇ રહેલા અજાણ્યા રાહદારીને અજાણ્યા વાહનચાલકે પુરઝડપે ગફલતભરી રીતે હંકારી કચડી નાખતા અજાણ્યા આધેડ રાહદારીના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યું  મોત નિપજ્યું હતું.

અકસ્માતની ઘટનાની જાણ ભિલોડા પોલીસને થતા ઘટનાસ્થળે પહોંચી અકસ્માતે મોત નીપજેલ આધેડ રાહદારીના મૃતદેહને પીએમ માટે ખસેડી ભિલોડા પોલીસ સ્ટેશનના પોલીસકર્મી નાનજીભાઈ સવજીભાઈ ની ફરિયાદના આધારે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુન્હો નોંધી ફરાર વાહનચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ભિલોડા પીએસઆઈ એસ.એચ.પરમારે અકસ્માતમાં મોત નીપજેલ  અજાણ્યા રાહદારીના પરિવારજનોની શોધખોળ આદરી છે.

03 Jul 2020, 8:33 AM (GMT)

COVID-19 Global Stats

11,115,456 Total Cases
526,776 Death Cases
6,221,394 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code