આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ભિલોડા

ભિલોડા તાલુકાના ગામે સરકારી જમીન ઉપર દબાણ કરી બાંધકામ કર્યુ હોવાની રજૂઆત થઇ છે. જેમાં અરજદારે સ્થાનિક વ્યક્તિ વિરૂધ્ધ બાંધકામ બાદ દુકાનો વેચી મારી હોવાની તલાટીથી માંડી કલેક્ટર સુધી રજૂઆત કરી છે. જેથી ભિલોડા ગામમાં સરકારી જમીનની સ્થળ-સ્થિતિ સહિતની તપાસનો મુદ્દો ઉભો થતાં એક જ કોમના બે વ્યક્તિઓ વચ્ચે ન્યાયની માંગ ઉભી થઇ છે.

અરવલ્લી જીલ્લાના ભિલોડા ગામની સર્વે નંબર 322 વાળી જમીનમાં 14 ફૂટની દિવાલ અને નવી દુકાનો તથા ગલ્લા મુકવામાં આવ્યા હોવાની રજૂઆત થઇ છે. અરજદાર કાનજીભાઇ બેચરભાઇ પટેલે સમગ્ર મામલે લે-આઉટ પ્લાન, ફોટા સહિતની વિગતો સાથે ગ્રામ પંચાયતથી માંડી કલેક્ટર કચેરી સુધી રજૂઆત કરી છે. દબાણકારે સરકારી જમીન ઉપર બાંધકામ કરી તેને ભાડે તેમજ વેચાણ કરી ગેરકાયદેસર નાણાં ઉભા કરવા કાવતરૂ રચ્યુ હોવાનો આક્ષેપ કર્યો છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

સુત્રોએ જણાવ્યુ હતુ કે, અરજદારે વિજયનગર તાલુકાના દઢવાવ ગામના જશુભાઇ પટેલ વિરૂધ્ધ ગંભીર આક્ષેપો સાથે તંત્રમાં રજૂઆત કરતા એકસાથે ત્રણ ગામમાં ચર્ચા ઉભી થઇ છે. આ તરફ ભિલોડા ગામના તલાટી ગોપાલભાઇ ભટ્ટે જણાવ્યુ હતુ કે, લેખિતમાં રજૂઆત આવી હોવાથી આગામી દિવસોએ સ્થળ-સ્થિતિ સહિતની તપાસ કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે. જો સરકારી જમીન ઉપર દબાણ હશે તો તાત્કાલિક દૂર થશે.

25 May 2020, 8:08 AM (GMT)

COVID-19 Global Stats

5,513,369 Total Cases
346,868 Death Cases
2,309,246 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code