આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ભિલોડા

અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકામાં ફરજ બજાવતા ભિલોડા તાલુકાના વતની એવા નિરવ પાંડોરનું 9/11/2019 ના રોજ દુઃખદ અવસાન થયુ હતુ. જેઓના પરિવારની આજરોજ મહેસુલી તલાટી મંડળ ગુજરાત રાજ્ય (એઆરટી- મહેસૂલ તલાટી ગુજરાતનો એસોસિએશન) અને અરવલ્લી જીલ્લાના મહેસુલી તલાટી મંડળના સભ્યો દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. અને રૂ. ત્રણ લાખ અને નાયબ મામલતદાર જનાર્દનભાઈ દવે દ્રારા બે હજાર એમ રૂ. 3,02,000 રૂપિયા આર્થિક શ્રદ્ધાંજલિ રૂપે અર્પવામાં આવ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

ઉલ્લેખનીય છે કે, અગાઉ અવસાન પામેલા અલગ અલગ જીલ્લાના 16 મહેસુલી તલાટીઓને સોળ લાખ આઠ હજાર રૂ. 16, 08, 000 અને એના પહેલા અલગ અલગ અવસાન પામેલ મહેસુલી તલાટી મિત્રોના પરિવારને ગુજરાત રાજ્ય મહેસુલી તલાટી મંડળ (એઆરટી- મહેસૂલ તલાટી ગુજરાતનો એસોસિએશન) દ્વારા ફુલ નહી તો ફૂલની પાંખડી સ્વરૂપે આર્થિક સહાય અર્પવામાં આવેલી છે. હંમેશા એકબીજાની પડખે ઊભા રહીને એકતાની મિસાલ પૂરું પાડતું આ યુનિયન ફક્ત વ્યવસાયિક નહીં પારિવારિક એકતાનું ઉત્તમ ઉદાહરણ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code