આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ભિલોડા

ભિલોડાની માંકરોડા રોડ પર આવેલી અવની સોસાયટીમાં રહેતા અને એલઆઈસી માંથી નિવૃત્ત ડેવલોપમેન્ટ ઓફિસરના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યુ છે. ચોરતત્વોએ જાળી તોડી ઘરમાં રહેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી 10 લાખ રૂપિયા જેટલા મુદ્દામાલની લૂંટ ચલાવી રફુચક્કર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં નિવૃત કર્મચારીએ ભિલોડા પોલીસે મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે રાબેતા મુજબ કાર્યવાહી હાથધરી હતી.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

અરવલ્લી જીલ્લાના ભિલોડાની અવની સોસાયટીમાં રહેતા ધીરુભાઈ સોમાભાઈ ખરાડી અને તેમની પત્ની મકાન બંધ કરી અમદાવાદ ખાતે તેમની વહુ બીમાર હોવાથી ખબર-અંતર પૂછવા ગયા હતા. આ દરમ્યાન તસ્કરોએ તકનો લાભ ઉઠાવી ઘરની લોખંડની જાળી તોડી ઘરના દરવાજાના તાળા-નકુચા તોડી ઘરમાં તિજોરી,કબાટ અને ટેબલના ડ્રોવરના લોક તોડી નાખી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ચોરોએ રાખેલા 2 લાખથી વધુની રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીના મળી અંદાજે રૂ.10 લાખના મુદ્દામાલની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.

સમગ્ર ઘટનાની જાણ થતાં ધીરૂભાઇના માથે જાણે આભ ફાટી પડ્યુ હતુ. તેમણે 10 લાખ જેટલી રકમની ચોરી થઇ હોવાનુ જણાતાં હાંફળા-ફાંફળા બની ગયા હતા બંધ મકાનમાં લૂંટ થયાની જાણ થતા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા. ધીરુભાઈ સોમાભાઈ ખરાડીએ ભિલોડા પોલીસને જાણ કરતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથધરી અજાણ્યા ચોર ઈસમો સામે ગુન્હો નોંધી ચોરીની ઘટનાનો ભેદ ઉકેલવા પ્રયત્નો હાથધર્યા હતા.

03 Jul 2020, 7:04 AM (GMT)

COVID-19 Global Stats

11,101,292 Total Cases
526,558 Death Cases
6,217,034 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code