આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

ગુજરાતમાં બેરોજગાર યુવાનોની ચિંતા સરકારને ન હોય તેવું લાગી રહ્યું છે. કારણકે સરકારની લિમિટેડ સીટોની ભરતીની જાહેરાત સામે લાખો યુવાનો નોકરી મેળવવા માટે અરજી કરી રહ્યા છે. આ પરથી એવું કહી શકાય કે ગુજરાતની અંદર લાખો યુવાનો બેરોજગાર છે. આ યુવાનોની બે રોજગારીને દૂર કરીને યુવાનોને રોજગારી આપવા માટે અલગ અલગ સામાજિક સંગઠનો દ્વારા ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આવો જ એક પ્રયત્ન ભરવાડ સમાજ દ્વારા કરવામાં આવ્યો છે. ભરવાડ સમાજમાં યુવાનોની બેરોજગારીને દૂર કરવા માટે ભરવાડ સમાજ દ્વારા બેરોજગાર યુવાનોને પિક-અપ અને કાર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ભરવાડ સમાજના અગ્રણી દિલિપ ભરવાડે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યુ હતું કે, ભરવાડ સમાજના ભરવાડ યુવા સંગઠન ગુજરાત દ્વારા આજે અમદાવાદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં યુવાનોની બેરોજગારીને દૂર કરવા માટે ભરવાડ સમાજના યુવાનોને 250 ઇકો કાર અને 50 જેટલા બોલેરો આપવામાં આવ્યા હતા. આ કાર અને બોલેરો દ્વારા ભરવાડ સમાજના 1500 જેટલા રોજગારી મળી રહેશે. ઉલ્લેખનિય છે કે, ભરવાડ સમાજ દ્વારા આ કાર્યક્રમ પહેલીવાર કરવામાં આવ્યો નથી. આ અગાઉ પણ ભરવાડ સમાજ દ્વારા 250 પિક-અપ વાનનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહત્ત્વની વાત એ છે કે, આ પિક-અપ વાન અને ઇકો કારના લાભાર્થીઓને કોઈ પણ પ્રકારનું ડાઉન પેમેન્ટ ભરવું પડશે નહીં. માત્ર હપ્તા ભરીને તેઓ પિક-અપ વાન અને ઇકો કારના માલિક બની શકશે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code