ભુજઃ ઝઘડા મુદ્દે યુવકે માફી નહીં માગતાં 2 ઈસમોએ લાકડીથી માર માર્યો

અટલ સમાચાર, ભુજ ભુજ તાલુકાના બળદિયા ગામે પહેલા થયેલા ઝઘડા મુદ્દે યુવકે માફી નહીં માગતાં 2 ઈસમોએ તેને લાકડીથી માર માર્યો હોવાની ફરિયાદ કરાઈ છે. બળદિયા ગામે નીચલા વાસમાં રહેતાં 46 વર્ષના દિનેશ હરજી રાઘવાણીને દાઉદ અલાના હાલેપોત્રા અને ભચાયા અલાના હાલેપોત્રાએ માર માર્યો હતો તેથી તેમને જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખશેડવામાં આવ્યો હતો.
 
ભુજઃ ઝઘડા મુદ્દે યુવકે માફી નહીં માગતાં 2 ઈસમોએ લાકડીથી માર માર્યો

અટલ સમાચાર, ભુજ

ભુજ તાલુકાના બળદિયા ગામે પહેલા થયેલા ઝઘડા મુદ્દે યુવકે માફી નહીં માગતાં 2 ઈસમોએ તેને લાકડીથી માર માર્યો હોવાની ફરિયાદ કરાઈ છે. બળદિયા ગામે નીચલા વાસમાં રહેતાં 46 વર્ષના દિનેશ હરજી રાઘવાણીને દાઉદ અલાના હાલેપોત્રા અને ભચાયા અલાના હાલેપોત્રાએ માર માર્યો હતો તેથી તેમને જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખશેડવામાં આવ્યો હતો.

દિનેશે માનકૂવા પોલીસ સ્ટેશન 2 ઈસમો વિરૂધ્ધ ફરિયાદમાં જણાવ્યું છે કે, દોઢ મહિના પૂર્વ તે લંડનથી પરત આવેલા કાકા લક્ષ્મણભાઈ નાથાભાઈ રાધવાણીને મળવા તેમની વાડીએ ગયો હતો. તેમના કાકા અને પિતા વચ્ચે અમેળ હોવાની તેને ખબર નહોતી. તે સમયે કાકા સાથે બોલાચાલી થઈ હતી. જે દરમિયાન તેના કાકાની જમીન ખેડતા દાઉદે તેના કાકાનો પક્ષ લેતાં બંને વચ્ચે મારામારી થઈ હતી. જેમાં દાઉદને ઈજા થતાં તેણે તેના પર ફરિયાદ કરી હતી. આજે અગાઉની મારામારીનું મનદુઃખ રાખી દાઉદનો ભાઈ ભચાયા તેની પાસે આવ્યો હતો. તેણે દાઉદની માફી માગવા તેને જણાવ્યું હતું. દિનેશે માફી માગવાનો ઈન્કાર કરતાં તેને ભચાયાએ લાકડીઓથી માર માર્યો હતો.