આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, કચ્છ

ગત 07/03/2019ના રોજ નખત્રાણાની પાવરપટ્ટીના મુખ્ચમથક નિરોણા નજીક અમરગઢ ગામે અકસ્માતમાં 2 યુવકોના મોત થયા છે. ત્યા અન્ય 3થી 4 લોકો ઈજાગ્રસ્ત હાલમમાં છે. ઈજાગ્રસ્ત લોકોને ભુજની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભુજમાં જી.કે. જનરલની હોસ્પિટલ ચોકીએતી પ્રાપ્ત અહેવાલ મુજબ હતભાગીઓ અન્ય પરિચિતો સાથે ઈન્ડિકા કારમાં લોરિયા ગામથી દેશલપર ગુંતલી તરફ લગ્નમાં જઈ રહ્યા હતા. ત્યારે સાંજે 7 કલાકના સમયમાં અમરગઢના પુલીયા પર કાર પલટી મારી ગઈ હતી.

આ અકસ્માતમાં ભુજના જેષ્ઠાનગરમાં રહેતા મહેશ શાંતિલાલ પોકાર અને લોરિયા ગામના શિવુભા હેમરાજજી જાડેજાના મોત નીપજ્યાં હતા. બંન્નેને અતિગંભીર હાલતમાં ભુજ જી.કે. જનરલ હોસ્પિટલ લવાયાં હતા. ફરજ પરના ડૉકટરે તેમને મૃત હોવાનુ જાહેર કર્યા હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code