આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, બાયડ

બાયડ પોલીસ સ્ટેશનથી માંડ 7૦૦ મીટર દૂર વિસ્તારમાં આવેલ નંદ કોમ્પ્લેક્ષમાં આવેલ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના એટીએમને ગેસ કટરથી કે અન્ય સાધનથી મોડી રાત્રે તસ્કરોએ એટીએમ તોડી 32.81 લાખ રૂપિયા રોકડા અને એટીએમનો કિંમતી સમાન મળી કુલ રૂપિયા 35,81,400ની મત્તા લઇ ફરાર થઇ જતા ચકચાર મચી ગઇ છે.

અરવલ્લી જીલ્લાના બાયડ નંદ કોમ્પ્લેક્ષમાં આવેલા એસબીઆઈના એટીએમમાં રવિવારે રાત્રે તસ્કરોએ એટીએમ મશીનમાં રૂપિયા રાખવાનું બોક્સની લૂંટ થઈ હતી. ઘટનાની જાણ થતા બેંકના મેનેજર અને બાયડ પોલીસને થતા ઘટનાસ્થળે દોડી પહોંચ્યા હતા. એટીએમ મશીનમાં લૂંટ કરતા પહેલા તસ્કરોએ એટીએમ રૂમના સીસીટીવી કેમેરાના વાયર કાપી નાખતા પોલીસે આજુબાજુના સીસીટીવીના આધારે એટીએમ તોડનાર ગેંગને શોધવા કામે લાગી હતી.

રવિવારે મોડી રાત્રે લૂંટના ઇરાદે આવેલા તસ્કર ટોળકી ગણતરીની મિનિટોમાં એટીએમ તોડી એટીએમમાં રહેલા રૂ. 35,81,400ની લૂંટ કરી એટીએમ મશીનની કેસેટ, તથા પ્રેઝન્ટ મોડ્યુલર રૂ.3,00,000 મળી કુલ રૂ.35,81,400ની મત્તા લઇ ફરાર થઇ ગઇ હતી. એસબીઆઇના અધિકારીઓને આ અંગેની જાણ થતાં તાત્કાલિક એટીએમ પાસે દોડી આવી પોલીસને જાણ કરી હતી.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code