બિગ બ્રેકિંગ: મહેસાણા-ગાંધીનગરની કંપનીઓમાં ઈન્કમટેક્સના દરોડા

અટલ સમાચાર, ગિરીશ જોશી મહેસાણા અને ગાંધીનગર જિલ્લાની કંપનીઓમાં ઈન્કમટેક્સના દરોડાથી ખળભળાટ મચી ગયો છે. એકસાથે ચાર મોટી કંપનીઓમાં રેડ કરવામાં આવતાં દોડધામ મચી ગઈ છે. આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે ઈન્કમટેક્સ ભરવામાં બેદરકારીની આશંકાને પગલે તપાસ શરૂ કરવામાં આવી છે. ઈન્કમટેક્સ વિભાગે મહેસાણા જિલ્લામાં ત્રણ અને એક ગાંધીનગર સહિત ત્રણ કંપનીઓમાં સોમવારે વહેલી સવારથી
 
બિગ બ્રેકિંગ: મહેસાણા-ગાંધીનગરની કંપનીઓમાં ઈન્કમટેક્સના દરોડા

અટલ સમાચાર, ગિરીશ જોશી

મહેસાણા અને ગાંધીનગર જિલ્લાની કંપનીઓમાં ઈન્કમટેક્સના દરોડાથી ખળભળાટ મચી ગયો છે. એકસાથે ચાર મોટી કંપનીઓમાં રેડ કરવામાં આવતાં દોડધામ મચી ગઈ છે. આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે ઈન્કમટેક્સ ભરવામાં બેદરકારીની આશંકાને પગલે તપાસ શરૂ કરવામાં આવી છે.

ઈન્કમટેક્સ વિભાગે મહેસાણા જિલ્લામાં ત્રણ અને એક ગાંધીનગર સહિત ત્રણ કંપનીઓમાં સોમવારે વહેલી સવારથી તપાસ શરૂ કરી છે. મહેસાણા અમદાવાદ હાઈવે પર આવેલી ટોપસન એનર્જી, એલીસીડ ઓર્ગેનીક ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને કડી -થોળ રોડ પરની અમર જીનિંગ ફેકટરીમાં રેડ કરવામાં આવી છે. ટોપસન એનર્જીની ગાંધીનગર જીઆઇડીસીમાં આવેલી ફેકટરીમાં પણ તપાસ શરૂ થઈ છે.

બિગ બ્રેકિંગ: મહેસાણા-ગાંધીનગરની કંપનીઓમાં ઈન્કમટેક્સના દરોડા

એકસાથે ચાર કંપનીઓમાં 30થી વધુ કર્મચારીઓ ઉતારી ઈન્કમટેક્સ વિભાગે નાણાકીય અને ખરીદ-વેચાણ સહિતની વિગતો તપાસવાનું શરૂ કર્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ જે તે કંપનીના ગોડાઉનમાં ઉપલબ્ધ સ્ટોક અને બેંક વ્યવહારની પણ તપાસ કરવામાં આવી રહી છે.

આ કંપનીઓનું ટર્નઓવર સામે એડવાન્સ ઇન્કમટેક્ષ ભરવા સહિતની બાબતોનું ક્રોસ ચેકિંગ કરવામાં આવી રહ્યું હોવાથી વિભાગને કરોડોની કરચોરી પકડાઈ શકે તેવી આશંકા છે. જેને પગલે પંથકની અન્ય કંપનીઓમાં ફફડાટ અને દોડધામ શરૂ થઈ ગઈ છે.