આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

કોરોના મહામારી વચ્ચે આજે પાટણમાં કોરોના મહાવિસ્ફોટ થયો હોય તેમ એકસાથે નવા 45 કેસ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. જીલ્લામાં અનલોકમાં મળેલી છૂટને કારણે સંક્રમણ કાબૂ બહાર જતાં લગભગ દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવતાં હોઇ જીલ્લામાં ચિંતાજનક સ્થિતિ ઉભી થઇ છે. આજે જીલ્લાની સુજનીપુર સબજેલમાં એકસાથે 7 કેસ સામે આવતાં જેલતંત્ર સહિત પોલીસ આલમમાં ખળભળાટ મચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના પાટણ જીલ્લામાં આજે કોરોના વાયરસના એકસાથે નવા 45 કેસ આવતાં ખળભળાટ મચી ગયો છે. આજે પાટણ શહેરમાં 7, પાટણ તાલુકાના સુજનીપુર, સંડેર, રૂવાવીમાં 1-1 અને સુજનીપુર સબજેલમાં 7 કેસ સામે આવ્યા છે. ચાણસ્મા શહેરમાં 3, ચાણસ્મા તાલુકાના સેંધા, રામગઢ, ચવેલી, ધિણોજ, બ્રાહ્મણવાડા અને જાખાનામાં 1-1 કેસ મળી 8 કેસ સામે આવ્યા છે. આ સાથે હારીજ શહેરમાં 2 અને તાલુકાના બોરતવાડામાં 2 કેસ સામે આવ્યા છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, પાટણ જીલ્લામાં કોરોના સંક્રમણ કાબૂ બહાર જતું હોઇ દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે. આ તરફ આજે રાધનપુર શહેરમાં 2, રાધનપુર તાલુકાના સરદારપુરા, છાનીયાથર અને નાનીપીપળીમાં 1-1 કેસ, સાંતલપુર તાલુકાના વારાહી અને ઝઝામમાં 1-1, શંખેશ્વરમાં 1, તાલુકાના બીલીયા અને કુંવારદમાં 1-1 કેસ નોંધાયો છે. આ તરફ સમી તાલુકાના જોરાવરપુરા, ચાંદરણી અને તારોરામાં 1-1, સિધ્ધપુરના નેદ્રામાં 1 અને સરસ્વતી તાલુકાના જંગરાલમાં 1-1 કેસ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે.

21 Sep 2020, 9:45 AM (GMT)

COVID-19 Global Stats

31,259,780 Total Cases
965,328 Death Cases
22,843,618 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code