હુમલો@મોડાસા: દલિત યુવકના ઘરઘોડાને લઈ પોલીસને નિશાન બનાવી

અટલ સમાચાર, મહેસાણા મોડાસા તાલુકાના ખંભીસર ગામે દલિત યુવકના વિવાહ અગાઉ પરિવારે વરઘોડો કાઢવા પોલીસ સુરક્ષા માંગી હતી. જોકે ગામમાં ભારે ગરમાગરમી વચ્ચે રવિવારે મોડી સાંજે કેટલાક લોકોએ પોલીસને નિશાન બનાવતાં મામલો ઉગ્ર બન્યો છે. એસપી અને મહિલા ડીવાયએસપી સહિતના ઈજાગ્રસ્ત થયા છે.અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ખંભીસર ગામમાં દલિત યુવકના લગ્ન હતા. ગામનો માહોલ જોઈ
 
હુમલો@મોડાસા: દલિત યુવકના ઘરઘોડાને લઈ પોલીસને નિશાન બનાવી

અટલ સમાચાર, મહેસાણા

મોડાસા તાલુકાના ખંભીસર ગામે દલિત યુવકના વિવાહ અગાઉ પરિવારે વરઘોડો કાઢવા પોલીસ સુરક્ષા માંગી હતી. જોકે ગામમાં ભારે ગરમાગરમી વચ્ચે રવિવારે મોડી સાંજે કેટલાક લોકોએ પોલીસને નિશાન બનાવતાં મામલો ઉગ્ર બન્યો છે. એસપી અને મહિલા ડીવાયએસપી સહિતના ઈજાગ્રસ્ત થયા છે.હુમલો@મોડાસા: દલિત યુવકના ઘરઘોડાને લઈ પોલીસને નિશાન બનાવીઅરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ખંભીસર ગામમાં દલિત યુવકના લગ્ન હતા. ગામનો માહોલ જોઈ દલિત પરિવારે તંત્રને જાણ કરી પોલીસની સુરક્ષા માંગી હતી. જોકે શરૂઆતથી જ ગામના કેટલાક લોકો વરઘોડા સામે નારાજ બની રહ્યા હતા. આ દરમિયાન રવિવારે પોલીસ કાફલો છતાં ડીજે સાઉન્ડમાં તોડફોડ કરવા સાથે પોલીસ ઉપર હુમલો થયો હતો.

મોડી સાંજે કેટલાક તત્વોએ અચાનક પથ્થરમારો કર્યો હતો. જેથી વરઘોડાની નારાજગીનો ગુસ્સો પોલીસ ઉપર આવતાં એસપી અને મહિલા ડીવાયએસપી સહિતના ઈજાગ્રસ્ત થતાં ખળભળાટ મચી ગયો છે. ઘટનાને પગલે રેન્જ આઇજી સહિત એસઆરપી કંપની ઉતારવામાં આવી છે.

કેવી રીતે બબાલ વધી

દલિત સમાજ સિવાયની મહિલાઓ બપોર બાદ એકઠી થઇ વેલણ હાથે વિરોધ કરતી હતી. જ્યાં પોલીસે કલાકો સુધી મામલો શાંત પાડવા સમજાવટ કરી હતી. જોકે સાંજે વરઘોડો નિકળતાં અચાનક પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. આથી એક તરફ દલિત સમાજ અને બીજી તરફ અન્ય સમાજનાં લોકો દ્વારા પથ્થરમારો શરૂ થતાં પાંચ પોલીસ અધિકારીઓ ઘાયલ થઇ ગયા હતા.

જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા સ્થિતિ કાબૂમાં લેવા હવે ગામમાં કેમ્પ કરી માહોલ શાંત કરી કાયદો અને વ્યવસ્થા જાળવવા મથામણ શરૂ કરવામાં આવી છે. આ સાથે પોલીસે હુમલાખોરોને પકડી ફરિયાદ દાખલ કરવા સહિતની તજવીજ હાથ ધરી છે.

આવતી કાલે પરિસ્થિતિ વિકટ બની શકે

કોઈપણ સંજોગોમાં આવતીકાલે ફરી એકવાર વરઘોડો કાઢવા યુવકના પિતા મક્કમ બન્યા છે. આથી પોલીસને હવે આખી રાતથી આવતી કાલ સુધી ધામા નાખવાની ફરજ પડી છે. આથી આવતીકાલે પરિસ્થિતિ વિકટ બની શકે તેવી પ્રબળ સંભાવના છે.