આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

ઉત્તર ગુજરાતમાંથી સૌથી મોટા સંકેત સામે આવી રહ્યા છે. ઠાકોર સેના પ્રમુખ અલ્પેશ ગણતરીના દિવસોમાં ભાજપમાં જોડાઈ જશે. રાજકીય દાવપેચમાં ચાર સીટ પલટાવી હોવાથી ભાજપમાં મંત્રીપદ પણ મળે તેમ છે. અલ્પેશ ફરી એકવાર રાધનપુર બેઠકનો ઉમેદવાર બનશે.

college danodarada

ઠાકોર સહિતના ઓબીસી મતદારો ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ છે. લોકસભા ચૂંટણી દરમિયાન અલ્પેશે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ તેની સૌથી વધુ અસર મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા લોકસભા બેઠકમાં થઈ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ભાજપે ચારેય બેઠક જીતવા અલ્પેશ ઠાકોર સાથે રાજકીય સોદાબાજી કરી હતી.

રાજકીય અગ્રણીઓ સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે કે, ઉત્તર ગુજરાતમાં ભાજપનો જનાધાર વધારવા અલ્પેશનો રાજકીય નિર્ણય કામ કરી ગયો છે. આથી ભાજપમાં અલ્પેશ ઠાકોરને આવકારી સંભવતઃ કેબિનેટ મંત્રી બનાવવામાં આવશે. આથી આગામી સમયમાં રાધનપુર વિધાનસભાની પેટાચૂંટણી આવશે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code