આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણીમાં આશાબેન અને નારણ પટેલ જૂથ સક્રિય બની ગયું છે. પ્રદેશ કોંગ્રેસ અને પ્રદેશ ભાજપ લોકસભા ચૂંટણીમાં વ્યસ્ત છે ત્યારે ઊંઝામાં માત્ર વિધાનસભાની ચર્ચા છે. આ તમામ ગતિવિધિ વચ્ચે નારાયણ પટેલે શક્તિ પ્રદર્શન કર્યું છે. કાર્યકરોને લક્ઝરીમાં લઈ તેઓ ગાંધીનગર રવાના થતા મામલો ગરમાયો છે.

મહેસાણા જિલ્લાના ઉંઝા વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોના નામ જાહેર થાય તે પહેલાં રસાકસી અને ઉત્તેજના વધી રહી છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા આશાબેન પટેલને ટિકિટની પ્રબળ સંભાવના પારખી નારણ પટેલ જૂથ હરકતમાં આવેલું છે. ખુદ નારણભાઈ અનેકવાર ફોનમાં અને રૂબરૂ પ્રદેશ ભાજપ અને મુખ્યમંત્રીને રજુઆત કરી ચુકયા છે.

આશાબેનને ભાજપમાં આવકાર્યા દરમિયાન થયેલી ચર્ચાઓની અમલવારીનો માહોલ બની રહ્યો છે. આથી આશાબેન પટેલ ઊંઝા વિધાનસભામાં ઉમેદવાર જાહેર થાય તે પહેલાં નારણ પટેલે જાણે બ્રહ્માસ્ત્ર ઉપાડયું છે. બુધવારે બપોરે એક લક્ઝરીમાં કાર્યકરોને બેસાડી ગાંધીનગર રવાના થઇ ગયા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રદેશ ભાજપ અને મુખ્યમંત્રીને મળી હજુપણ ઊંઝામાં પોતાનો દબદબો હોવાનું સાબિત કરવા નારણ કાકા મરણિયા બન્યા છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code