આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ડીસા

ઉત્તર ગુજરાતના કોઈ એક શહેરમાં હિન્દુ ધર્મની આસ્થા સામે બફાટ કરતા યુવકનો વિડિયો વાઇરલ થયો છે. શાસ્ત્ર વિધિ છેતરપિંડી માટે હોવાના આક્ષેપ કરતા બ્રહ્મ સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આસ્થાનું પ્રમાણ માંગતા યુવક સામે બ્રહ્મપુત્રો લાલઘૂમ થયા છે.

બ્રાહ્મણોની શાસ્ત્રોક્ત વિધિ ખોટી હોવાનો દાવો કરતો યુવકનો વિડિયો વાઇરલ થયો છે. જાહેરમાં ઉત્તર ગુજરાતના કોઈ શહેરમાં લાઉડસ્પીકર ઉપર બ્રહ્મ સમાજ અને ધાર્મિક નિતિ નિયમોને પોતાની અલ્પ બુદ્ધિથી નકામા ગણાવી રહ્યો છે. શ્રધ્ધા અને આસ્થા દ્વારા ધંધો થતો હોવાનો ગંદો આક્ષેપ કરતા ચકચાર મચી જવા પામી છે.

કોઇ લખાણ સાથેનો ઝંડો પકડી વારંવાર ધાર્મિક માન્યતાઓ સામે એલફેલ બોલી સાબિત આપવા સહિતના ઉચ્ચારણ કરતાં બ્રાહ્મણ સહિતના સમાજની લાગણીને ગંભીર ઠેસ પહોંચી છે. ઉલ્લેખનીય છે કે, નાસ્તિક યુવાન પોતાનો પરિચય આપતાં અનૌપ મંડળનું નામ આપી રહ્યો છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code