GDP
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

દેશમાં ડઝનબંધ એવા રાજ્યો છે જેમનો વાર્ષિક આર્થિક વિકાસ દર રાષ્ટ્રીય વિકાસ દરથી પણ વધુ છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઓડીસા જેવા રાજ્યોએ વિકાસ દરની રફતાર નથી વધારી પરંતુ બિહાર અને પ.બંગાળનો વિકાસ દર આશ્ચર્યજનક રહ્યો છે. બિહારે 2017-18માં 11.3 ટકાના વિકાસ દર સાથે દેશમાં પ્રથમ નંબરે ઉભરી આવેલ છે. ગયા વર્ષે દેશનો વિકાસ દર 6.7 ટકા હતો. રેટીંગ એજન્સી ક્રીસીલે 17 રાજ્યોનું રેન્કીંગ જાહેર કર્યુ છે જે સેન્ટ્રલ સ્ટેટેસ્ટીકસ ડેટા પર આધારીત વિભિન્ન માપદંડો અનુસાર વિશેષ શ્રેણીમાં નથી આવતા. નાનુ રાજ્ય હોવાને કારણે ગોવાને રેન્કીંગમાં નથી સામેલ કરવામાં આવ્યું.

ક્રીસીલના રીપોર્ટ અનુસાર જીએસડીપીના મામલામાં આંધ્રપ્રદેશ અને ગુજરાત અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને રહ્યા છે તો ઝારખંડ, કેરળ અને પંજાબે સૌથી ખરાબ પ્રદર્શન કર્યુ છે. નાણાકીય વર્ષ ૨૦૧૮મા ગુજરાત અને કર્ણાટક વિકાસ, મોંઘવારી અને નાણાકીય ખાધની રેન્કીંગમાં સારા દેખાવ કરનાર ટોચના ૩ રાજ્યોમાં સામેલ છે

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code