આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

2019ની લોકસભા ચૂંટણી માટે એનડીએમાં બિહાર માટે સીટની વહેંચણી કરી દેવાઈ છે. અમિત શાહના ઘરે બેઠક બાદ ભાજપ-જેડીયૂ-એલજેપી દ્વારા આની ઘોષણા કરવામાં આવી છે. બેઠકમાં બિહારના સીએમ નીતિશ કુમાર, કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન પણ હાજર રહ્યા હતા. આ ઘોષણા બાદ નીતિશ કુમારે કહ્યું કે એનડીએ બિહારમાં 2009થી પણ વધુ સીટ જીતશે.

લાંબી ચર્ચા બાદ નક્કી થયું છે કે ભાજપ, જેડીયૂ 17-17 અને એલજેપી 6 લોકસભા સીટ પર ચૂંટણી લડશે. અમિત શાહે કહ્યું, રામવિલાસ પાસવાનને આગામી રાજ્યસભા ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર બનાવવામાં આશે. ભાજપના અધ્યક્ષે કહ્યું કે એનડીએની તાકાતને જોતા ત્રણેય પાર્ટીએ આ ફેસલો લીધો છે. જલદી જ એનડીએના રાજનૈતિક એજન્ડા લોકોની સામે આવશે .

નીતિશ કુમારે કહ્યું કે કઈ સીટ પર કોણ લડશે તે અમે બધા આગળ મળીને નક્કી કરીશું. આજે સીટ શેરિંગ નક્કી કરી દીધું છે.જરૂરતથી વધુ બોલવાની મને ટેવ નથી. 2009માં બિહારમાં ભાજપ અને જેડીયૂનું ગઠબંધન હતું, બિહારમાં 40માંથી 32 સીટ અમે હાંસલ કરી હતી. 2009થી વધુ સીટ પર આ વખતે અમે જીતશું. અમે લોકો મળીને સશક્ત અભિયાન ચલાવીશું.

18 Sep 2020, 10:36 AM (GMT)

COVID-19 Global Stats

30,379,031 Total Cases
951,133 Death Cases
22,062,095 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code