અજાણ્યા વાહનની ટક્કરે બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત

અટલ સમાચાર, ડીસા વાહન અકસ્માતોની અવાર-નવાર ઘટનાો બનતી રહે છે. જેમાં કેટલીય જિંદગી હિટ એન્ડ રનના કેસમાં સપડાઈ પુરી થઈ જાય છે. લોકોમાં જાગૃતિ ફેલાવવાના સરકારના અઢળક પ્રયાસો પણ એળે જતા હોય તેવું લાગી રહ્યું છે. આવી જ ઘટના અમીરગઢ આર.ટી.ઓ. ચેક પોસ્ટ નજીક સર્જાઈ છે. ડાભેલા ગામના વિહાતર હરશનભાઈ નામનો યુવાન પોતાના બાઈક ઉપર
 
અજાણ્યા વાહનની ટક્કરે બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત

અટલ સમાચાર, ડીસા

વાહન અકસ્માતોની અવાર-નવાર ઘટનાો બનતી રહે છે. જેમાં કેટલીય જિંદગી હિટ એન્ડ રનના કેસમાં સપડાઈ પુરી થઈ જાય છે. લોકોમાં જાગૃતિ ફેલાવવાના સરકારના અઢળક પ્રયાસો પણ એળે જતા હોય તેવું લાગી રહ્યું છે.

આવી જ ઘટના અમીરગઢ આર.ટી.ઓ. ચેક પોસ્ટ નજીક સર્જાઈ છે. ડાભેલા ગામના વિહાતર હરશનભાઈ નામનો યુવાન પોતાના બાઈક ઉપર જઈ રહ્યો હતો. તેને ક્યાં જાણ હતી કે માતેલા સાંઢની જેમ કોઈ અગાણ્યો વાહન ચાલક મોત બનીને આવી રહ્યો છે. અને અજાણ્યા વાહન ચાલકે ગફલતભરી રીતે પોતાનું વાહન હંકારી પાછળથી ટક્કર મારતાં તેઓનું ઘટના સ્થળે જ મોત નિપજવા પામ્યું હતું. અકસ્માતને લઈ આજુબાજુના લોકો ધસી આવી જે-તે વિભાગને જાણ કરવામાં આવી હતી. આજે ફરી એક પરિવારનો દિવો માર્ગ અકસ્માતમાં ઓલવાતા પંથકમાં ગમગીની છવાઈ જવા પામી હતી.