તલોદ ખાતે સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતીની ઉજવણી કરાઈ

અટલ સમાચાર, સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લાના તલોદ શહેરમાં આજે સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતીનો કાર્યક્રમ સુભાષચોકમાં માનનીય ધારાસભ્ય ગજેન્દ્વસિંહ પરમારના સાનિધ્યમાં તલોદ શહેર સંગઠન દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું. માનનીય ધારાસભ્ય તથા અન્ય કાર્યકરોએ સુભાષચંદ્ર બોઝની પ્રતીમાને ફૂલહાર પહેરાવવામાં આવ્યા હતા. અને જય હિંદ, જય ભારત, સુભાષ ચંદ્ર બોઝ અમર રહો ના નારા પણ લગાવ્યા અને ઉજવણી
 
તલોદ ખાતે સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતીની ઉજવણી કરાઈ

અટલ સમાચાર, સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના તલોદ શહેરમાં આજે સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતીનો કાર્યક્રમ
સુભાષચોકમાં માનનીય ધારાસભ્ય ગજેન્દ્વસિંહ પરમારના સાનિધ્યમાં તલોદ શહેર સંગઠન દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું. માનનીય ધારાસભ્ય તથા અન્ય કાર્યકરોએ સુભાષચંદ્ર બોઝની પ્રતીમાને ફૂલહાર પહેરાવવામાં આવ્યા હતા. અને જય હિંદ, જય ભારત, સુભાષ ચંદ્ર બોઝ અમર રહો ના નારા પણ લગાવ્યા અને ઉજવણી કરવામાં આવી હતી.

તલોદ ખાતે સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતીની ઉજવણી કરાઈ

તેમજ આ કાર્યક્રમની સાથે સાથે તલોદ શહેર ભાજપાના નવા હોદેદારોની નિમણૂકની
જાહેરાત કરવામાં આવી હતી. જેમા પ્રમુખ તરીકે દામોદર ભાઈ મોહનભાઈ પટેલ, મહામંત્રી બાબુભાઇ લાલજીભાઈ પટેલ, મહામંત્રી જસવંતસિંહ મૂળસિંહ ઝાલાને નિમણૂક કરવામાં આવ્યા હતા. નવનિયુક્ત હોદેદારોઓએ ધારાસભ્ય તથા ભારતીય જનતા પાર્ટી, જિલ્લા સંગઠનનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. અને સૌને મો મીઠું કરાવવામાં આવ્યું હતુ.