આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

ડીસા ગંજબજારમાં આવેલ પેઢીના સંચાલકોએ બેંકને બનાવટી કાગળો આપી 2.92 કરોડની લોન લઇ ઠગાઇ કરી હોવાની ફરીયાદ થઇ છે. દુકાન ગોડાઉન અને પ્લોટ સહિતની જગ્યા ઉપર એકથી વધુ બેંકોની લોન મેળવી યાર્ડના સત્તાધિશોની બનાવટી સહિ આધારે લોન મેળવી છેતરપિંડી કરી હોવાની ડીસા ઉત્તર પોલીસ મથકે એફઆઇઆર દાખલ થઇ છે. બેંક ઓફ બરોડાના કર્મચારીએ ઝાબડીયા ગામના ત્રણ ઇસમો વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરાવતા ખળભળાટ મચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ડીસા ગંજબજારને લઇ સૌથી મોટી બાબત સામે આવી છે. ગંજબજારમાં આવેલ 151 નંબરનો પ્લોટ, અન્ય સર્વે નંબરો, સીટી સર્વેમાં આવતી પ્રોપર્ટી અને બંગલો, રાજપુર તેમજ ઝાબડીયા ગામના સર્વે નંબર સહિતની મિલ્કત ઉપર લોન મેળવી હતી. જેમાં મિલ્કતધારકોએ ડીસા ગંજબજારના લેટરપેડ ઉપર સેક્રેટરીની ડુપ્લીકેટ સહિ અને સિક્કાઓનો દસ્તાવેજી પુરાવા તરીકે ઉપયોગ કરી બેંક ઓફ બરોડા પાસેથી રૂ.2,92,00,000ની લોન મેળવી હતી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, લોન મેળવનાર અમિતભાઇ મલાભાઇ દેસાઇ, ડાયાભાઇ મલાભાઇ દેસાઇ અને મલાભાઇ માધાભાઇ દેસાઇ(તમામ રહે. ઝબડિયા તા. ડીસા) લાંબા સમય સુધી રકમ ભરપાઇ કરી ન હતી. આથી રીકવરી કરતા મોર્ગેજની મિલ્કત ઉપર અન્ય બેંકો પાસેથી પણ લોન મેળવી હોવાનું ધ્યાને આવતાં બેંક ઓફ બરોડાના અધિકારીઓ ચોંકી ગયા હતા. જેની તપાસ કરતા ડીસા યાર્ડમાં આવેલ નં.36 તથા 151 વાળી મિલ્કત ઉપર રૂ. 2,92,00,000ની લોન લઇ બેંકો ઓફ બરોડા સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી ગુનાહિત કાવતરૂ પાર પાડ્યું હોવાનું સામે આવ્યુ છે.

સૌથી મોટી વાત સામે આવી છે કે, કેટલાક પ્લોટ ઉપર એકથી વધુ બેંકોની લોન લીધી હોવાનું ફરીયાદમાં લખાવતાં અનેકની સંડોવણી હોવાનું મનાય છે. સમગ્ર મામલે બેંક ઓફ બરોડાના મેનેજર ચંપાલાલ બંસીલાલે ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ ડીસા ઉત્તર પોલીસ મથકે આઇપીસીની કલમ 406, 420, 465, 467, 468, 471, 120(B) અને 114 મુજબ ફરીયાદ નોંધાવી છે. જેને પગલે પોલીસે ઠગાઇ અને છેતરપિંડી મામલે આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની કવાયત શરૂ કરી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code