ખળભળાટ@ડીસા: લોકડાઉનમાં ગુટખાની હેરાફેરી કરતાં ઝડપાયા

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી) સમગ્ર દેશમાં અત્યારે લોકડાઉન હોઇ પોલીસ પહેરો ચાકચોબંધ છે. જોકે આ દરમ્યાન આજે ડીસા શહેરમાં ગુટખાની હેરાફેરી થતી હોવાનું સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે ગુટખાના જથ્થો કબજે કરી 5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. ગુટખા સંપૂર્ણ પ્રતિબંધ હોવા છતાં બજારના ખેલાડીઓ પૈસાની લ્હાયમાં દોડી રહ્યાનો ઘટસ્ફોટ થયો
 
ખળભળાટ@ડીસા: લોકડાઉનમાં ગુટખાની હેરાફેરી કરતાં ઝડપાયા

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી)

સમગ્ર દેશમાં અત્યારે લોકડાઉન હોઇ પોલીસ પહેરો ચાકચોબંધ છે. જોકે આ દરમ્યાન આજે ડીસા શહેરમાં ગુટખાની હેરાફેરી થતી હોવાનું સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે ગુટખાના જથ્થો કબજે કરી 5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. ગુટખા સંપૂર્ણ પ્રતિબંધ હોવા છતાં બજારના ખેલાડીઓ પૈસાની લ્હાયમાં દોડી રહ્યાનો ઘટસ્ફોટ થયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં પેટ્રોલિંગ દરમિયાન ગુટખા ભરેલી કાર ઝડપાઈ જતાં ચકચાર મચી ગઇ છે. જૂના બસસ્ટેન્ડ તરફથી આવી રહેલી મારુતિ કારને પોલીસે રોકી હતી. તપાસ દરમ્યાન કારમાંથી જાફરી ગુટખાના પેકેટ જોઈ ડીસા ઉત્તર પોલીસ ટીમ ચોંકી ઉઠી હતી. પોલીસે રૂ. 20,000ની કિંમતના 204 પેકેટ જપ્ત કર્યા છે. લોકડાઉનમાં ગુટખાની હેરાફેરી જોઈ પોલીસ આલમમાં પણ ચોંકાવનારી સ્થિતિ બની છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ડીસા ઉત્તર પોલીસે ધર્મેશ પ્રવીણભાઈ ઠક્કર(રહે.સોમનાથ સોસાયટી, કચ્છી કોલોની પાસે,ડીસા)ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસને લઇ લોકડાઉન હોવા છતાં પ્રતિબંધિત જથ્થાની હેરાફેરી થતી હોવાની ઘટના પ્રકાશમાં આવતા સ્થિતિ ચિંતાજનક બની છે.