ખળભળાટ@હારીજ: પોલીસ કર્મીઓ વિરૂધ્ધ કોર્ટમાં રાવ, ઇન્ક્વાયરીના આદેશ

અટલ સમાચાર,પાટણ હારીજ પોલીસ સ્ટેશનના પાંચ કર્મચારીઓ વિરૂધ્ધ આરોપીએ કોર્ટમાં ફરીયાદ કરતા ખળભળાટ મચી ગયો છે. તાજેતરમાં થયેલી એસીબીના ફરીયાદી અને એમ. વી એક્ટના આરોપીએ રજૂઆત કર્યા બાદ કોર્ટ ઇન્ક્વાયરીના આદેશ થયા છે. એસીબી કરી હોઇ પોલીસ કર્મચારીઓએ ચોક્કસ આશયથી અભદ્ર શબ્દો સાથે માર માર્યો હોવાની ફરીયાદ હારીજ કોર્ટમાં કરી છે. એકબીજાને કથિત રીતે સાંકળતી
 
ખળભળાટ@હારીજ: પોલીસ કર્મીઓ વિરૂધ્ધ કોર્ટમાં રાવ, ઇન્ક્વાયરીના આદેશ

અટલ સમાચાર,પાટણ

હારીજ પોલીસ સ્ટેશનના પાંચ કર્મચારીઓ વિરૂધ્ધ આરોપીએ કોર્ટમાં ફરીયાદ કરતા ખળભળાટ મચી ગયો છે. તાજેતરમાં થયેલી એસીબીના ફરીયાદી અને એમ. વી એક્ટના આરોપીએ રજૂઆત કર્યા બાદ કોર્ટ ઇન્ક્વાયરીના આદેશ થયા છે. એસીબી કરી હોઇ પોલીસ કર્મચારીઓએ ચોક્કસ આશયથી અભદ્ર શબ્દો સાથે માર માર્યો હોવાની ફરીયાદ હારીજ કોર્ટમાં કરી છે. એકબીજાને કથિત રીતે સાંકળતી ત્રણ ઘટનાઓના ફરીયાદી કમ આરોપીની રજૂઆતથી હડકંપ મચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના હારીજ તાલુકા પંચાયતમાં અગાઉ લાંચ રૂશ્વતની ટ્રેપ થઇ હતી. આ દરમ્યાન ગણેશપુરા ગામના ઠાકોર કમલેશજી ગલાજી વિરૂધ્ધ એમ.વી એક્ટની કલમ 185 મુજબ ગુનો દાખલ થયો હતો. જેમાં કોઇ કારણસર ઠાકોર કમલેશજીને હારીજ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ કોલર પકડી ગાડીમાં બેસાડી પોલીસ સ્ટેશન લઇ આવ્યા હતા. આ પછી ઢોરમાર મારી ગંદી ગાળો બોલી હોવા સહિતની રજૂઆત કરી છે.

ખળભળાટ@હારીજ: પોલીસ કર્મીઓ વિરૂધ્ધ કોર્ટમાં રાવ, ઇન્ક્વાયરીના આદેશ

સુત્રોએ જણાવ્યુ હતુ કે, એમ.વી એક્ટના ગુના સંદર્ભના આરોપી અને એસીબી ટ્રેપની ફરીયાદ સાથે સંકળાયેલા ઠાકોર કમલેશજીએ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ વિરૂધ્ધ સંગીન આક્ષેપો સાથે રજૂઆત કરી છે. જેમાં કોન્સ્ટેબલની માંડી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત 5 કર્મચારીઓ વિરૂધ્ધ હારીજ કોર્ટમાં રાવ કરી છે. જેને પગલે કોર્ટે હાલ પુરતા ઇન્ક્વાયરીના આદેશ કર્યા છે. તબક્કાવાર ઘટનાક્રમને પગલે પંથકમાં ચકચાર મચી ગઇ છે.

આ પોલીસ કર્મચારીઓ વિરૂધ્ધ રજૂઆત

  • એ.બી.ભટ્ટ (પી.એસ.આઇ)
  • હેતુભા લક્ષ્મણજી (અ.પો.કો.)
  • અબ્દુલ કૈયુમ મીરસાબખાન (અ.હે.કો)
  • વિજયભાઇ લગધીરભાઇ (અ.પો.કો)
  • અમીતકુમાર ભુદરભાઇ(ડ્રા.પો.કો)