આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ભુજ

ભૂજ શહેરમાં આવેલી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં કૉલેજની છાત્રાઓના કપડાં ઉતારીને તેમના માસિક ધર્મ અંગે તપાસ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે છાત્રાઓએ વિરોધ નોંધાવ્યો હતો. બીજી તરફ છાત્રાઓની માંગણી છે કે આ મામલે સંચાલકો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે. છાત્રાઓના કહેવા પ્રમાણે તેમને કોલેજ અને હોસ્ટેલમાંથી કાઢી મૂકવાની પણ ધમકી આપવામાં આવી છે. સાથે જ એવી પણ ધમકી આપવામાં આવી હતી કે આવી રીતે ભવિષ્યમાં પણ તપાસ કરવામાં આવશે. જો કોઈને મંજૂર ન હોય તો કૉલેજ કે હૉસ્ટેલ છોડીને જઈ શકે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કચ્છના ભૂજ શહેરમાં કૉલેજની વિદ્યાર્થિનીઓના માસિક ધર્મની તપાસ કરતા હોવાનું સામે આવ્યુ છે. છાત્રાઓના આક્ષેપ પ્રમાણે બુધવારે તેમને ચાલુ ક્લાસમાંથી બહાર પેસેજમાં બેસાડવામાં આવી હતી. જે બાદમાં માસિક ધર્મ અંગે પૂછપરછ કરીને એક પછી એક વિદ્યાર્થિનીને વોશરૂમમાં લઈ જઈને તેમની તપાસ કરવામાં આવી હતી.ઘટના બાદ વિદ્યાર્થિનીઓએ વિરોધ નોંધાવ્યો હતો. જે બાદમાં તેમને એવી ધમકી આપવામાં આવી હતી કે, જો તમારે વિરોધ કરવો હોય તો તમે હૉસ્ટેલ છોડીને જઈ શકો છો. જેમને અભ્યાસ કરવો હોય એ કરે બાકી પોતાના ઘરે જઈ શકે છે. આ ઉપરાંત છાત્રાઓને જે થાય તે કરી લેવાનું પણ કહેવામાં આવ્યું હતું.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, આ મામલે કૉલેજની તમામ વિદ્યાર્થિનીઓએ વિરોધ કરતા સંચાલકોએ અમુક વિદ્યાર્થિનીઓને ઑફિસમાં બોલાવી હતી અને ઇમોશનલ બ્લેકમેલ કરીને આ વાતને પૂરી કરવાનું કહ્યું હતું. વિદ્યાર્થિનીઓને કહેવા પ્રમાણ તેમને ઇમોશનલ બ્લેકમેઇલ કરીને તેમની પાસેથી લખાણ પણ લખાવી લીધું હતું. સાથે જ સંચાલકોએ છાત્રાઓને એવું પણ કહ્યું હતું કે જો તમને અમારા પ્રત્યે લાગણી હોય તો આવું ન કરો. પગલાં લેવાની વાત ન કરો.

છાત્રાઓને રીઝલ્ટની ચિંતા

સમગ્ર મામલે છાત્રાઓએ એવી પણ રજૂઆત કરી હતી કે, અમે સંચાલકો સામે પ્રદર્શન કર્યું છે માટે અમારા રિઝલ્ટ પર તેની અસર પડવાની શક્યતા છે. આથી અમારી વિનંતી છે કે અમારી કરિયર પર આની કોઈ જ અસર ન થાય. બીજી તરફ છાત્રાના કહેવા પ્રમાણે, “બુધવારે કૉલેજની હૉસ્ટેલમાંથી કૉલેજમાં ફોન કરવામાં આવ્યો હતો કે છોકરીઓના માસિક ધર્મ અંગે તપાસ કરવામાં આવે. જે બાદમાં કોલેજના સંચાલકોએ ચાલુ કોલેજમાં વિદ્યાર્થિનીઓને પેસેજમાં બેસાડી હતી જે વિદ્યાર્થિનીઓ માસિક ધર્મમાં હોય તેને ઉભા થવાનું કહેવામાં આવ્યું હતું. જે બાદમાં બે છોકરીઓ ઉભી થઈને બાજુમાં બેસી ગઈ હતી. જે બાદમાં એક પછી એક એમ તમામ છોકરીઓને વૉશરૂમમાં લઈ જવામાં આવી હતી અને માસિક ધર્મ અંગે તપાસ કવરામાં આવી હતી. સંચાલકોના આદેશ બાદ અમે કપડાં ઉતારવા મજબૂ હતાં. આ લોકો સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ.”

25 Sep 2020, 7:23 AM (GMT)

COVID-19 Global Stats

32,653,305 Total Cases
990,918 Death Cases
24,090,934 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code