વિચિત્ર ઘટનાઃ પત્ની રોજ ન્હાતી ના હોવાથી કંટાળેલો પતિ તલાક લેવા માગે છે

અટલ સમાચાર, ડેસ્ક ઉત્તર પ્રદેશના અલીગઢ શહેરમાં ડિવોર્સનો એક વિચિત્ર કેસ આવ્યો છે. પત્ની રોજ ન્હાતી ના હોવાથી કંટાળેલો પતિ તલાક લેવા માગે છે. પત્નીએ વીમેન પ્રોટેક્શન સેલમાં ફરિયાદ કરતા આ સમગ્ર મામલો ખબર પડી.પત્નીને આશા છે કે, વીમેન પ્રોટેક્શન સેલની મદદ લેવાથી તેના મેરેજ ટકી જશે. અલીગઢમાં રહેતા આ કપલના બે વર્ષ પહેલાં મેરેજ
 
વિચિત્ર ઘટનાઃ પત્ની રોજ ન્હાતી ના હોવાથી કંટાળેલો પતિ તલાક લેવા માગે છે

અટલ સમાચાર, ડેસ્ક

ઉત્તર પ્રદેશના અલીગઢ શહેરમાં ડિવોર્સનો એક વિચિત્ર કેસ આવ્યો છે. પત્ની રોજ ન્હાતી ના હોવાથી કંટાળેલો પતિ તલાક લેવા માગે છે. પત્નીએ વીમેન પ્રોટેક્શન સેલમાં ફરિયાદ કરતા આ સમગ્ર મામલો ખબર પડી.પત્નીને આશા છે કે, વીમેન પ્રોટેક્શન સેલની મદદ લેવાથી તેના મેરેજ ટકી જશે. અલીગઢમાં રહેતા આ કપલના બે વર્ષ પહેલાં મેરેજ થયા હતા. બંનેને એક વર્ષનું સંતાન પણ છે. હાલ કપલનું કાઉન્સેલિંગ અલીગઢ વીમેન પ્રોટેક્શન સેલ કરી રહી છે.

કાઉન્સલરે જણાવ્યું કે, મહિલાએ અમને તેની ફરિયાદ લખીને આપી કે, રોજ ના ન્હાવાને લીધે મારા પતિને તલાક જોઈએ છે. અમે આ કપલનાં મેરેજ ટકી રહે તે માટે પૂરા પ્રયત્નો કરીશું. આ મહિલાને તેની ભૂલ સમજાઈ ગઈ છે અને તે કોઈ પણ સંજોગોમાં તેના પતિથી અલગ થવા માગતી નથી. તો બીજી બાજુ પતિએ અમને તેની પત્ની રોજ સ્નાન ના કરતી હોવાની વાત જણાવી. જો તે પત્નીને ન્હાવાનું કહે તો બંને વચ્ચે ઝઘડા ચાલુ થાય છે. રોજના ઝઘડાથી કંટાળેલા પતિને તેની પત્નીથી અલગ થવું છે અને તેણે પણ તલાક માટે અમને મદદ કરવા કહ્યું હતુ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

​​​​​​​વધુમાં કાઉન્સેલરે જણાવ્યું કે, આ કેસમાં અમે ડિવોર્સ લેવા ઇચ્છતા પતિને સમજાવી રહ્યા છે. તેમની વચ્ચે ઝઘડાનું કારણ એટલું મોટું નથી. આ વાતનું સોલ્યુશન આવી શકે તેમ છે. ડિવોર્સથી તેમના બાળક પર પણ ખરાબ અસર પડી શકે છે. વીમેન પ્રોટેક્શન સેલને આશા છે કે, કાઉન્સેલિંગથી કપલનાં ઝઘડાનો અંત આવશે અને તેઓ ખુશીથી બાકીનું જીવન સાથે રહીને જીવશે.