આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

પાટણ લોકસભા બેઠક માટે ભાજપ છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી કશ્મકશ પૂર્ણ થઈ છે. અટલ સમાચારની આગાહી મુજબ ભરતસિંહ ડાભીને ટિકિટ મળી છે. આથી પાટણ લોકસભા ચૂંટણીમાં જગદીશ ઠાકોર સામે ભરતસિંહ ડાભીનો જંગ જામશે.

સૌથી વધુ ઠાકોર મતદારો ધરાવતી પાટણ લોકસભા બેઠકમાં ભાજપ અને કોંગ્રેસે ઠાકોર ઉમેદવાર પસંદ કર્યા છે. કોંગ્રેસના જગદીશ ઠાકોરને બરોબરની ટક્કર આપી જીત મેળવવા ભાજપે ભરતસિંહ ડાભીને મેદાનમાં ઉતાર્યા છે. અટલ સમાચાર દ્વારા હજુ બે દિવસ પહેલા જ આગાહી કરવામાં આવી હતી તે મુજબ ખેરાલુના ધારાસભ્યને પાટણ લોકસભાની ટિકિટ મળી છે.

સુત્રોએ જણાવ્યું હતું કે, જગદીશ ઠાકોરને ભાજપના ઉમેદવાર સાથે લડતા ખેરાલુ પંથકમાં લીડ મળે તેવી શક્યતા નહિવત્ છે જ્યારે ભરતસિંહ ડાભીને હારીજ, ચાણસ્મા વિસ્તારમાં લીડ મળે તેમ નથી. આથી બંને બાહુબલીને કારણે લોકસભા ચૂંટણી પાટણ માટે ભારે રસાકસીભરી બની શકે છે.

 

25 Oct 2020, 4:30 AM (GMT)

COVID-19 Global Stats

42,946,446 Total Cases
1,154,857 Death Cases
31,673,006 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code