આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

જેની કાગડોળે રાહ જોવાઇ રહી હતી તે મહેસાણા લોકસભા બેઠકના મહારથીઓ સ્પષ્ટ થઈ ગયા છે. કોંગ્રેસના એ.જે પટેલની સામે ભાજપે શારદાબેન પટેલને મેદાનમાં ઉતાર્યા છે. જયશ્રીબેનની ટિકીટ કાપી અમીર પરિવારની મહિલાને ઉમેદવાર જાહેર કરી છે. જોકે સૌથી મોટી વાત એ છે કે બંને પાટીદાર વચ્ચે રસાકસીને બદલે હાર જીતની સરસાઇ મોટી આવી શકે છે. જાણીએ વિગતે…

ભાજપે મહેસાણામાં ફરી એકવાર મહિલા કાર્ડ ખેલ્યું છે. ભાજપના ઉમેદવાર શારદાબેન પટેલ પૂર્વ ઉદ્યોગ મંત્રી અને શિક્ષણવિદ્ અનીલ પટેલના પત્ની છે. મહેસાણા લોકસભા ચૂંટણીમાં પાટીદાર અને ઠાકોર મતદારો સૌથી વધુ છે. આંદોલનની સૌથી વધુ અસર પણ મહેસાણામાં થઈ હતી. આથી બંને સમાજના મતો વહેંચાઈ શકે છે.

સુત્રોએ જણાવ્યું હતું કે, ભાજપે મહેસાણા લોકસભા બેઠક માટે રાજકીય ચાલને બદલે જુગાર ખેલ્યો છે. એ.જે પટેલ પાટીદારોનાં સૌથી મોટા 84 સમાજના આગેવાન હોવાથી અને ક્ષત્રિય ઠાકોર સમાજના મતદારો ઉપર પકડ હોવાથી જીત સરળ લાગી રહી છે. જોકે શારદાબેન પટેલ શ્રીમંત સાથે પાટીદારોના પરંપરાગત મતો અને ઓબીસી વર્ગનો સહકાર મળવાની આશામાં ભાજપે જીતની ગણતરી કરી છે.

 

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code