આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડીસા

બનાસકાંઠાની ભાજપ શાસિત ડીસા નગરપાલિકાની બુધવારે સાધારણ સભા મળી હતી. સાધારણ સભામાં જુદી જુદી કમિટિઓની રચનાને લઇ ભારે હંગામો ઉભો થયો હતો. કમિટિઓમાં નિમણુંકને લઇ ભાજપના જીતુ રાણા સહિતના કોર્પોરેટરો નારાજ થયા હતા. પાલિકાના કેટલાક નગરસેવકોએ નારાજગી વચ્ચે હંગામો મચાવી સમિતિઓનો અસ્વીકાર કરતા રાજકીય ગરમાવો વધી ગયો છે. ભાજપની સત્તાધીન પાલિકામાં છેલ્લાં ઘણા સમય બાદ સત્તાની સાઠમારી જોવા મળતા રાજકીય આલમમાં ચર્ચાએ જોર પકડયુ છે.

ડીસા નગરપાલિકામાં મુદત પુર્ણ થયેલ વિવિધ કમિટિઓની રચના અને નાણાકીય બાબતો સહિતના કેટલાક મુદ્દે સાધારણ સભા બોલાવવામાં આવી હતી. ભાજપ શાસિત પાલિકામાં આંતરિક ગજગ્રાહ વચ્ચે નગરસેવકો પાર્ટી શિસ્તનું પાલન કરી રહયા હતા. જોકે, સભા દરમ્યાન કેટલાક નગરસેવકોને ઉચિત કમિટિઓની સત્તા નહી મળતા લાલઘુમ થઇ નારાજગી ઠાલવી હતી. આ દરમ્યાન મણીબેન પરમાર,પલ્લવી જોશી અને કીરણ રાવળ સહિતની નગરસેવિકાઓએ જાણે કમિટિઓનો બહિષ્કાર કર્યો હોય તેમ નિમણુંકનો અસ્વિકાર કરતા જીલ્લા ભાજપમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે.

કમિટિઓની રચનામાં અગાઉની અઢી વર્ષની ટર્મમાં અગાઉ જે નગરસેવકોને નિમણુંકો અપાઇ હતી તે ફરી એકવાર રીપીટ કરતા જીતુ રાણા સહિતના નગરસેવકો ઉગ્ર બન્યા છે. જીતુ રાણાએ ભાજપને આગામી લોકસભામાં પોતાની તાકાત બતાવી આપવાનું કહી રાજીનામું આપવા સુધીની ચિમકી ઉચ્ચારતા ભાજપ મોવડી મંડળમાં જાણે સોપો પડી ગયો હોવાનો માહોલ બન્યો છે.

20 Sep 2020, 10:59 AM (GMT)

COVID-19 Global Stats

31,208,148 Total Cases
964,576 Death Cases
22,811,536 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code