ભાજપનો કોર્પોરેટર 50,000ની લાંચ લેતા ઝડપાયોઃ યુદ્ધના ધોરણે સસ્પેન્ડ

અટલ સમાચાર, સુરત કોર્પોરેટરે ડોક્ટરને ધમકી આપી હતી કે, જો 50000ની રકમ આપવામાં તમે આનાકાની કરશો તો તમારૂ બાંધકામ તોડાવી નાંખવામાં આવશે. ભાજપનો કોર્પોરેટર લાંચ લેતા ઝડપાતા સુરતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. સુરત મહાનગર પાલિકાના ભાજપના કોર્પોરેટર દવાખાનાનું ગેરકાયદેસર બાંધકામ નહી તોડવા મામલે 50,000ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયાે છે. જાણવા મળતી માહિતી
 
ભાજપનો કોર્પોરેટર 50,000ની લાંચ લેતા ઝડપાયોઃ યુદ્ધના ધોરણે સસ્પેન્ડ

અટલ સમાચાર, સુરત

કોર્પોરેટરે ડોક્ટરને ધમકી આપી હતી કે, જો 50000ની રકમ આપવામાં તમે આનાકાની કરશો તો તમારૂ બાંધકામ તોડાવી નાંખવામાં આવશે.

ભાજપનો કોર્પોરેટર લાંચ લેતા ઝડપાતા સુરતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. સુરત મહાનગર પાલિકાના ભાજપના કોર્પોરેટર દવાખાનાનું ગેરકાયદેસર બાંધકામ નહી તોડવા મામલે 50,000ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયાે છે.

જાણવા મળતી માહિતી અનુસાર કતારગામ વિસ્તારમાં આવેલા હરિદર્શન સોસાયટી નજીક દવાખાનું ચલાવતા એક ડોક્ટર પાસે 50 હજારની લાંચ માંગી હતી. આ લાંચ ગેરકાયદેસર બાંધકામ નહી તોડવા માટે સુરત મહાનગર પાલિકા વોર્ડ નંબર 8 ડભોલી સિંગણાપોર ભાજપના કોર્પોરેટર જયંતિ ડાહ્યાભાઈ ભંડારીએ માંગી હતી.

કોર્પોરેટરે ડોક્ટરને એવી ધમકી આપી હતી કે જો 50,000ની રકમ આપવામાં આનાકાની કરીશ તો બાંધકામ તોડાવી નાંખવામાં આવશે. જેથી ડોક્ટરે એસીબીનો સંપર્ક કર્યો હતો. જ્યારબાદ એસીબીના અધિકારીઓએ છટકુ ગોઠવી ફરિયાદી ડોક્ટરને રુ.50,000ની ચલણી નોટો પર પાઉડર લગાવીને આપી. અને જયંતી ભંડારીની ઓફિસ પર મોકલ્યાે હતો. એસીબીની ટીમ પણ આ ઓફીસની આસપાસ ગોઠવાઈ ગઈ હતી. ભાજપના કોર્પોરેટર જયંતી ભંડેરીએ રૂપિયા 50 હજારની લાંચ સ્વિકારતાની સાથે જ એસીબીની ટીમ ત્રાટકી પડી હતી, અને લાંચના 50 હજાર લેતા સાથે રંગેહાથ ઝડપી પાડયો હતો. કોર્પોરેટરના આ કારસ્તાન બાદ ભાજપે તુરંત તેની સાથે છેડો ભાડી દીધો છે. ભાજપ શહેર પ્રમુખે જયંત ભંડારીને પક્ષમાંથી યુદ્ધના ધોરણે સસ્પેન્ડ કર્યા છે.

એસીબીની ટીમ દ્વારા આ સમગ્ર લાંચની ઘટનામાં જયંતી ભંડેરી અને ડોક્ટર વચ્ચે થયેલી વાતચિતના અંશોનું રેકોર્ડીંગ પણ કબજે કરવામાં આવ્યુ છે અને એ સિવાયના અન્ય સાંયોગીક પુરાવાઓ પણ એકત્ર કરવામાં આવ્યા છે. હાલમાં ભાજપના જયંતી ભંડારીની એસીબીએ ધરપકડ કરી છે અને તેની વધુ પુછપરછ હાથ ધરી છે.