ભાજપ: આંતરીક નારાજગી વચ્ચે ડીસા પાલિકાની સમિતિ ચેરમેનોએ સંભાળી

અટલ સમાચાર,ડીસા બનાસકાંઠાની ભાજપ શાસિત ડીસા નગરપાલિકામાં તાજેતરમાં જ નવિન કમિટિઓની રચના કરાઇ હતી. જેમાં ભાજપના સદસ્યોએ કમિટિની ફાળવણીને લઇ ભારે નારાજગી દર્શાવી હતી. જોકે આજે ભારે નારાજગી વચ્ચે ડીસા નગરપાલિકાની સમિતિઓના સદસ્યોએ પોતાનો ચાર્જ સંભાળ્યો હતો. મહત્વનું છે કે, બનાસકાંઠાના ડીસા શહેરમાં થોડા સમય અગાઉ જ ભાજપ શાસિત નગરપાલિકામાં કમિટીની રચના કરવામાં આવી હતી.
 
ભાજપ: આંતરીક નારાજગી વચ્ચે ડીસા પાલિકાની સમિતિ ચેરમેનોએ સંભાળી

અટલ સમાચાર,ડીસા

બનાસકાંઠાની ભાજપ શાસિત ડીસા નગરપાલિકામાં તાજેતરમાં જ નવિન કમિટિઓની રચના કરાઇ હતી. જેમાં ભાજપના સદસ્યોએ કમિટિની ફાળવણીને લઇ ભારે નારાજગી દર્શાવી હતી. જોકે આજે ભારે નારાજગી વચ્ચે ડીસા નગરપાલિકાની સમિતિઓના સદસ્યોએ પોતાનો ચાર્જ સંભાળ્યો હતો.
મહત્વનું છે કે, બનાસકાંઠાના ડીસા શહેરમાં થોડા સમય અગાઉ જ ભાજપ શાસિત નગરપાલિકામાં કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીમાં ડીસા નગરપાલિકાના ૧૨ સત્તાધીશોને અલગ અલગ સમિતિના ચેરમેન બન્યા હતા. જોકે ડીસા નગરપાલિકામાં અગાઉ મળેલી કમિટી ૬ તારીખે ડીસા નગરપાલિકાના તમામ સભ્યોની કમિટીની રચના કરવામાં આવી હતી. જેમાં ડીસા નગરપાલિકાની સમિતિમાં કોર્પોરેટરોએ નગરપાલિકાના સત્તાધીશો ઉપર ભારે રોષ ઠાલવ્યો હતો અને મીડિયા સમક્ષ પણ પોતાનો બળાપો કાઢ્યો હતો. જો કે ભાજપની સત્તામાં ડીસા નગર પાલિકાના સત્તાધીશોએ પોતાના અંગત લોકોને જ સારી સમિતિમાં રચના કરવામાં આવી તેવા ડીસા નગરપાલિકાના કોર્પોરેટરોએ મીડિયા સમક્ષ પોતાનું નિવેદન આપ્યું હતું.

ભાજપ: આંતરીક નારાજગી વચ્ચે ડીસા પાલિકાની સમિતિ ચેરમેનોએ સંભાળીજોકે આ બધા વિવાદોની વચ્ચે ડીસા નગરપાલિકામાં શુભ મુહૂર્ત સત્તાધીશોએ પોતાનો ચાર્જ સંભાળ્યો હતો. ત્યારે પ્રથમ કારોબારી ચેરમેન અમૃતભાઇ દવે-બાંધકામ સમિતિ-અતુલ શાહ, દબાણ સમિતિ,રંજનબેન ખત્રી- ટાઉન પ્લાનિંગ, રાજુભાઈ ઠાકોર સહિત તમામ સભ્યોએ ડીસા નગરપાલિકામાં આજે શુભ મુહૂર્ત ચાર્જ સંભાળ્યો હતો. ત્યારે આ કાર્યક્રમમાં ડીસા નગરપાલિકાના ધારાસભ્ય શશીકાંત પંડયા ડીસા નગરપાલિકાના પ્રમુખ,ઉપપ્રમુખ ચીફ ઓફિસર અને ડીસા નગરપાલિકા પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ માળી તથા અનેક આગેવાનો મોટી સંખ્યામાં હાજરી આપી હતી.