આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ચાણસ્મા

પાટણ લોકસભા માટે ભાજપે ઉમેદવાર જાહેર કરતાં જ કોંગ્રેસમાં ગાબડું પાડવાનો કાર્યક્રમ બનાવી દીધો છે. ચાણસ્મા શહેર અને તાલુકાનાં કોંગી આગેવાનો રવિવારે સાંજે વિધિવત ભાજપમાં જોડાશે. સુત્રોએ જણાવ્યું હતું કે તાલુકા પંચાયતના ડેલિગેટો સહિતના કેસરિયો કરતા હોવાને પગલે જગદીશ ઠાકોરને ચુંટણી ટાણે મોટો ફટકો પડતો હોવાનું મનાય છે.

પાટણ લોકસભા બેઠકના કોંગી ઉમેદવાર જગદીશ ઠાકોરના પરંપરાગત મત વિસ્તારમાં રાજકીય ગાબડું પડી રહ્યાનું સામે આવ્યું છે. રવિવારે ભાજપે ઉમેદવાર જાહેર કરવાની સાથે સાથે નારાજ કોંગ્રેસી આગેવાનોને કેસરિયો પહેરાવવાની રણનીતિ બનાવી છે. ચાણસ્મા શહેર કોંગ્રેસના આગેવાનો અને તાલુકા પંચાયતના પાંચથી વધુ ડેલિગેટો ભાજપમાં જોડાઈ રહ્યા છે.

સુત્રોએ જણાવ્યું હતું કે, ચાણસ્મા શહેર નજીકની વાડીમાં દિલીપ ઠાકોરની હાજરીમાં કાર્યક્રમ યોજવાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ચાણસ્મા તાલુકા પંચાયતના સસ્પેન્ડ થયેલા કોંગી ડેલિગેટો સાથે અન્ય આગેવાનો પણ જોડાતા હોવાથી જગદીશ ઠાકોરને પ્રચારની શરૂઆતમાં ટેન્શન આવ્યું છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code