ભાજપ અને આશાબેન વચ્ચેની રાજકીય સોદાબાજીનો ઘટસ્ફોટ પાટણમાં થયો

અટલ સમાચાર,પાટણ ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલની લઇ ગુજરાતનું રાજકારણ ગરમાયા બાદ આજે તેઓ ઉંઝાના ખાનગી રિસોર્ટથી ભાજપમાં જોડાવવા માટે પાટણમાં ભાજપના ક્લસ્ટર સંમેલન માટે આવ્યા હતા. જ્યાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ આશાબેન પટેલને કેસરિયો ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા. ભાજપ દ્વારા પાટણની કે.સી.પટેલ વિદ્યા સંકૂલમાં કલસ્ટર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભાજપના
 
ભાજપ અને આશાબેન વચ્ચેની રાજકીય સોદાબાજીનો ઘટસ્ફોટ પાટણમાં થયો

અટલ સમાચાર,પાટણ

ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલની લઇ ગુજરાતનું રાજકારણ ગરમાયા બાદ આજે તેઓ ઉંઝાના ખાનગી રિસોર્ટથી ભાજપમાં જોડાવવા માટે પાટણમાં ભાજપના ક્લસ્ટર સંમેલન માટે આવ્યા હતા. જ્યાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ આશાબેન પટેલને કેસરિયો ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા.

ભાજપ દ્વારા પાટણની કે.સી.પટેલ વિદ્યા સંકૂલમાં કલસ્ટર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, હરિયાણાના સીએમ મનહરલાલ ખટ્ટર અને પ્રદેશ મહામંત્રી કે.સી પટેલ સહીત ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતા. જ્યારે આશાબેન પટેલ સહિત તેમના સમર્થકો સભા સ્થળ પર આવી પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ ઉંઝાથી પોતાના કાર્યકરોના 100 કારના કાફલા સાથે પાટણ પહોંચ્યા હતા.

ગુજરાત કોંગ્રેસમાં આંતરિખ વિખવાદમાં ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલે પાર્ટીના તમામ પદ તેમજ ઊંઝા ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધુ હતું. ત્યારે તેમનું ભાજપમાં જોડાવવાની અટકળોએ જોર પકડ્યું હતું.

જોકે સભા શરૂ થાય તે પહેલા આશાબેન પટેલની ભાજપના હોદ્દેદારો સાથે બંધ બારણે બેઠક યોજાઇ હતી. જો કે, ત્યારબાદ સભા શરૂ કરવામાં આવી હતી. જ્યાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ આશાબેન પટેલને ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા.

કલસ્ટર સંમેલનમાં હરિયાણાના સીએમ મનહરલાલ ખટ્ટરની ઉપસ્થિતિમાં આશાબેન પટેલના ભાજપમાં જોડાયા છે. તો તેમની સાથે નગરપાલિકાના 15 અપક્ષ કોર્પોરેટર, 1 કોંગ્રેસ કોર્પોરેટર તેમજ 10 તાલુકા પંચાયતના અપક્ષ સદસ્યો સહિત 1100 કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે. ત્યારે હરિયાણાના સીએમ મનહરલાલ ખટ્ટર દ્વારા સભા સ્થળ પર કાર્યકર્તાનું સંબોધન કર્યું હતું.

જોકે,મહત્વનું છે કે, ભાજપનો અસંતોષ વધુ વકરે તે પહેલા ભાજપનાં રણનીતિકારો ડો.આશાબહેનને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિપદે બેસાડી, તેમના એક ટેકેદારને ઊંઝા માર્કેટયાર્ડ અને બીજા ટેકેદારને ઊંઝા બેઠક પર આવી રહેલી પેટાચૂંટણીમાં ભાજપની ટિકિટ આપવામાં આવે તેવું પણ ચર્ચાઇ રહ્યું છે.

આશાબેન સાથે કોઇ ચૂંટાયેલા પ્રતિનિધિ જોડાયા નથી

આશાબેનના ભાજપમાં પ્રવેશને મુદે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહે જણાવ્યુ હતુ કે, ઉંઝા તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ચકાસણી કરી લેવામાં આવી છે. કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિ ભાજપમાં જોડાયા નથી. આશાબેન ખોટુ બોલી રહયા છે.