આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, ગાંધીનગર

આજે ગાંધીનગર ખાતે આવેલા ભાજપના કાર્યાલય કમલમ્ ખાતેથી ચૂંટણી પ્રચાર માટેના રથોને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીલીઝંડી આપી હતી.

આગામી લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતની લોકસભાની 26 બેઠક પર બીજેપીના 26 રથ ફરશે. દરેક જિલ્લામાં બીજેપીનો ચૂંટણી રથ ફરશે. આ માટે બીજેપી તરફથી ”ભારત કે મન કી બાત મોદી કે સાથ” થીમ બનાવવામાં આવી છે.

સીએમ વિજય રૂપાણીએ કમલમ્ ખાતેથી બીજેપીના આ રથોને લીલીઝંડી આપી હતી. ચૂંટણી પ્રચાર માટે દરેક જિલ્લામાં ફરનાર આ રથોમાં સૂચન પેટી તેમજ ટેબ્લેટના માધ્યમથી લોકો સૂચન કરી શકશે. આ સાથે લોકો ટોલ ફ્રી નંબર પરથી પણ સૂચન આપી શકશે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code