આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીનો પુત્ર યુનિવર્સિટીની પરીક્ષામાં કોપી કરતાં ઝડપાયો હોવાની વાત સામે આવી છે. બપોર દરમિયાન કોપી કેસ થયા પછી ભાજપનું સ્થાનિક તંત્ર દોડતું થઈ ગયું હતું. સમગ્ર મામલે યુનિવર્સિટીના સત્તાધીશો મૌન ધારણ કરતાં સત્ય વધુ સ્પષ્ટ બની રહ્યું છે. ચોકીદાર વાઘાણીનો પુત્ર પરિક્ષામાં ચોરી કરતાં ભાજપની હાલત કફોડી બની છે.

લોકસભાની ચૂંટણીની વચ્ચે ભાવનગરમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીનો દીકરો કોપી કરતાં ઝડપાઇ જતાં ખળભળાટ મચી ગયો છે. મિત વાઘાણી બી.સી.એ. સેમેસ્ટર-2ની પરીક્ષામાં કોપી કરતાં ઝડપાયો હોવાના સમાચાર આવતાં ચકચાર મચી ગઇ છે. કોઈ કારણસર યુનિવર્સિટી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી નથી. જોકે રાજ્યભરના શિક્ષણ આલમમાં મામલો ચર્ચાસ્પદ બન્યો છે.

એમ.જે.કોમર્સ કોલેજમાં લેવાઈ રહેલી બી.સી.એ. સેમ.-2ની પરીક્ષા દરમિયાન કોલેજના પ્રિન્સિપાલ દ્વારા કડક ચેકિંગ હાથ ધરાયું હતું. આ દરમિયાન પરીક્ષા આપી રહેલ મિત વાઘાણી પાસેથી 27 જેટલી કાપલીઓ પકડાઈ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ભાજપ અધ્યક્ષનો પુત્ર હોવાથી છાવરવાના પ્રયાસો છતાં પ્રિન્સિપાલે કોપી કેસ દાખલ કરવા તજવીજ હાથ ધરી હતી.

22 Oct 2020, 4:40 AM (GMT)

COVID-19 Global Stats

41,486,432 Total Cases
1,136,335 Death Cases
30,913,521 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code