મહેસાણા: કે.સી પટેલ હાય-હાયના નારા ભાજપના કાર્યકરોએ લગાવ્યા

અટલ સમાચાર, મહેસાણા ઊંઝા ગંજબજારની ચૂંટણીમાં છેલ્લા કેટલાક દિવસોથી જે કાંઈ થઈ રહ્યું છે તેને લઇ ભાજપમાં આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. વિસનગર ખાતે મળેલી બેઠકમાં ભાજપના મહામંત્રી કે.સી પટેલ હાય-હાયના નારા લાગ્યા હતા. આ સાથે કાર્યકરોએ ખેસ પણ ઉતારી દીધો હતો. પાટણ નજીકના અને ભાજપના મહામંત્રી કે.સી પટેલ વિરુદ્ધ ભાજપના જ કાર્યકરો ઉગ્ર
 
મહેસાણા: કે.સી પટેલ હાય-હાયના નારા ભાજપના કાર્યકરોએ લગાવ્યા

અટલ સમાચાર, મહેસાણા

ઊંઝા ગંજબજારની ચૂંટણીમાં છેલ્લા કેટલાક દિવસોથી જે કાંઈ થઈ રહ્યું છે તેને લઇ ભાજપમાં આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. વિસનગર ખાતે મળેલી બેઠકમાં ભાજપના મહામંત્રી કે.સી પટેલ હાય-હાયના નારા લાગ્યા હતા. આ સાથે કાર્યકરોએ ખેસ પણ ઉતારી દીધો હતો.

પાટણ નજીકના અને ભાજપના મહામંત્રી કે.સી પટેલ વિરુદ્ધ ભાજપના જ કાર્યકરો ઉગ્ર બની ગયા છે. ઊંઝા ગંજની ચુંટણીમાં રાજકીય રાહે પોતાના વેવાઈને સત્તા અપાવી વર્ષો જૂના કાર્યકરોને નજર અંદાજ કર્યાના આક્ષેપ થયા છે. મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે મળેલી ભાજપની બેઠકમાં કે.સી પટેલ હાય-હાયના નારા લગાવી કાર્યકરોએ ચાલતી પકડી હતી. બેઠકમાં સૂત્રોચ્ચાર પોકારી ભાજપનો ખેસ કાઢી નાખતા માહોલ ગરમાયો છે. છેલ્લા કેટલાક દિવસોની ગતિવિધીને અંતે ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારણભાઇ પટેલ અને ભાજપના મહામંત્રી કે.સી પટેલ વચ્ચે જાણે ઠંડું યુદ્ધ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.