આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,પાટણ

પાટણ ભાજપ ઘ્વારા પાટણની કે.સી.પટેલ વિધાસંકુલ ખાતે ૮ ફેબ્રુઆરીના રોજ કલસ્ટર સંમેલનનું આયોજન કરાયુ છે. આ કાર્યક્રમમાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર પણ હાજર રહેવાના છે. આ સાથે રાજયના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા, કે.સી.પટેલ સહીત ત્રણ લોકસભા બેઠક પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાના વર્તમાન અને પુર્વ સાંસદો અને ધારાસભ્યો જીલ્લાના હોદેદારો સહીત શહેર અને તાલુકાના કાર્યકરો હાજર રહેશે.

ગુરૂવારે પાટણ જીલ્લા ભાજપ ઘ્વારા ગુરૂવારે પ્રેસકોન્ફરન્સ બોલાવી આ બાબતે વધુમાં માહિતિ આપી હતી. કે.સી.પટેલ ઘ્વારા જણાવાયું કે, આ કાર્યક્રમમાં ઉપસ્થિત ભાજપના નેતાઓ દ્વારા હોદેદારોને આગામી લોકસભાની ચુંટણીમાં જીલ્લા કામગીરી મામલે માહીતગાર કરી ચુંટણીનો પ્રચાર શરૂ કરાવાશે. આ પ્રેસકોન્ફરન્સમાં જીલ્લા પ્રભારી મયંક નાયક, જિલ્લા પ્રમુખ મોહનભાઇ પટેલ, ભરતભાઇ રાજગોર, કિશોરભાઇ મહેશ્વરી, દશરથજી ઠાકોર, ભાવેશભાઇ પટેલ, હેમંતભાઇ તન્ના, સતીશભાઇ ઠક્કર, સ્નેહલભાઇ પટેલ વિગેરે પદાધિકારીઓ સહિત ભાજપના આગેવાનો હાજર રહ્યા હતાં.

20 Sep 2020, 11:41 AM (GMT)

COVID-19 Global Stats

31,217,318 Total Cases
964,726 Death Cases
22,813,831 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code