ધાનેરાના જાંબાજ ટીડીઓ ઉપર હુમલો: તત્કાલીન તલાટી વિરુદ્ધ ફરિયાદ

અટલ સમાચાર, મહેસાણા બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકા વિકાસ અધિકારી ઉપર ગુરુવારે મોડી રાત્રે હુમલો થતા ચકચાર મચી ગઇ છે. જમીન કૌભાંડના કેસમાં તપાસ અને બાદમાં અહેવાલથી નારાજ થયેલા તત્કાલિન તલાટી સહિતના સરકારી ક્વાર્ટર દોડી ગયા હતા. ટીડીઓ સાથે ગેરવર્તણૂક અને ધમકી આપ્યાની ફરિયાદ દાખલ થઇ છે. ધાનેરા તાલુકા પંચાયતના તત્કાલીન સત્તાધીશો દ્વારા સામરવાડા ગામમાં એક
 
ધાનેરાના જાંબાજ ટીડીઓ ઉપર હુમલો: તત્કાલીન તલાટી વિરુદ્ધ ફરિયાદ

અટલ સમાચાર, મહેસાણા

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકા વિકાસ અધિકારી ઉપર ગુરુવારે મોડી રાત્રે હુમલો થતા ચકચાર મચી ગઇ છે. જમીન કૌભાંડના કેસમાં તપાસ અને બાદમાં અહેવાલથી નારાજ થયેલા તત્કાલિન તલાટી સહિતના સરકારી ક્વાર્ટર દોડી ગયા હતા. ટીડીઓ સાથે ગેરવર્તણૂક અને ધમકી આપ્યાની ફરિયાદ દાખલ થઇ છે.

ધાનેરા તાલુકા પંચાયતના તત્કાલીન સત્તાધીશો દ્વારા સામરવાડા ગામમાં એક જ પરિવારને 11 પ્લોટ ફાળવી દેવાયા હતા. વર્ષ 2013માં સરકારી પડતર જમીન સરવે નંબર 180-182 સરેરાશ બે વીઘાની સનદ આપી દસ્તાવેજ બનાવવાની પ્રક્રિયા કરાઈ હતી. જે મામલે અરજદારે જમીન કૌભાંડ થયાની ફરિયાદ કરતા ટીડીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી.

તપાસમાં તત્કાલિન તલાટી, સરપંચ અને સર્કલ અધિકારીએ કૌભાંડ આચર્યા સહિતનો અહેવાલ જિલ્લા પંચાયતને કરવામાં આવ્યો હતો. જેથી નારાજ થયેલા તત્કાલિન તલાટી બે ત્રણ ઈસમો સાથે ગુરુવારે રાત્રે 12 વાગ્યે ટીડીઓના ઘરે પહોંચી ગયા હતા. ઉગ્ર ઘર્ષણ કરી સરેરાશ પાંચ હજારથી વધુની લૂંટ કરી અને ધમકી આપવાની ફરિયાદ કરી છે. ધાનેરા પોલીસ સ્ટેશને તલાટી જે સી બારોટ વિરુદ્ધ ટીડિઓની ફરિયાદ દાખલ થતા ગરમાવો આવી ગયો છે.

તત્કાલીન તાલુકા પંચાયતની ટીમે શું કર્યું ?

સરકારી પડતર જમીન બારોબાર વેચી મારવાની ગતિવિધિ દરમિયાન તાલુકા પંચાયતના તત્કાલીન ડેલીકેટોએ કેમ આ બાબતે ધ્યાન નહિ ?  કેમ પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતનાએ પાંચ વર્ષ સુધી જમીનનો કબજો ભોગવવા સામે આંખ આડા કાન કર્યા તે સવાલો ઉભા થયા છે.