મારામારીઃ ભેસાણા ગામે પાંચ શખસોએ હૂમલો કરી મારી નાખવાની ધમકી આપી

અટલ સમાચાર, મહેસાણા લાંઘણજ પોલીસ સ્ટેશમાં નોંધાયેલ ફરિયાદ અનુસાર મહેસાણા તાલુકાના ભેસાણા ગામે મારામારીની ઘટના બની હતી. જેમાં ફરિયાદી પટેલ ભરત બળદેવભાઈ ઉ.વ.30ને ગામના જ (૧) પટેલ મનુભાઇ પરષોત્તમભાઇ (૨) પટેલ અરવિંદભાઇ પરષોત્તમભાઇ (૩) પટેલ દીલીપભાઇ નારણદાસ(૪) પટેલ અંબારામભાઇ રણછોડદાસ (૫) પટેલ બાબુભાઇ અમથાલાલ રહે. તમામ ભેસાણા પોલવાસ તાજી-મહેસાણાવાળાઓએ એક સંપ થઈ હૂમલો કર્યો હતો.
 
મારામારીઃ ભેસાણા ગામે પાંચ શખસોએ હૂમલો કરી મારી નાખવાની ધમકી આપી

અટલ સમાચાર, મહેસાણા

લાંઘણજ પોલીસ સ્ટેશમાં નોંધાયેલ ફરિયાદ અનુસાર મહેસાણા તાલુકાના ભેસાણા ગામે મારામારીની ઘટના બની હતી. જેમાં ફરિયાદી પટેલ ભરત બળદેવભાઈ ઉ.વ.30ને ગામના જ (૧) પટેલ મનુભાઇ પરષોત્તમભાઇ (૨) પટેલ અરવિંદભાઇ પરષોત્તમભાઇ (૩) પટેલ દીલીપભાઇ નારણદાસ(૪) પટેલ અંબારામભાઇ રણછોડદાસ (૫) પટેલ બાબુભાઇ અમથાલાલ રહે. તમામ ભેસાણા પોલવાસ તાજી-મહેસાણાવાળાઓએ એક સંપ થઈ હૂમલો કર્યો હતો. આરોપીઓ ધોકા, લોખંડની પાઈપ જેવા મારક અને ભયંકર હથિયારો લઈ આવી ફરિયાદીને ગાળો બોલી માથામાં લોખંડની પાઈપ તેમજ શરીરે ધોકા ફટકાર્યા હતા. તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી જતા રહ્યા હતા. જે અંગે ભરત પટેલે પોલીસને જાણ કરતાં પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓ સામે જાહેરનામાનો ભંગ સહિત આઈપીસી મુજબ ગુનો નોંધ્યો છે.