નાકાબંધી@ધાનેરા: મહામારી વચ્ચે દારૂ ભરેલી કાર સાથે ઇસમ ઝબ્બે, 2.72 લાખનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, ઘાનેરા ધાનેરાના ધરણોધર ત્રણ રસ્તા પાસેથી LCBની ટીમે દારૂ ભરેલા કાર ઝડપી પાડી છે. પાલનપુર LCBની ટીમે ચોક્કસ બાતમી આધારે વોચ ગોઠવી હોઇ કારચાલક દારૂ સાથે રંગેહાથ ઝડપાયો તેમજ એક ઇસમ નાસી છુટ્યો હતો. પાલનપુર LCB પ્રોહિબિશન લગત કાર્યવાહી વચ્ચે આજરોજ બાતમી આધારે મહિસાગરના ઇસમને દારૂ સાથે ઝડપી પાડ્યો છે. કાર્યવાહી
 
નાકાબંધી@ધાનેરા: મહામારી વચ્ચે દારૂ ભરેલી કાર સાથે ઇસમ ઝબ્બે, 2.72 લાખનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, ઘાનેરા

ધાનેરાના ધરણોધર ત્રણ રસ્તા પાસેથી LCBની ટીમે દારૂ ભરેલા કાર ઝડપી પાડી છે. પાલનપુર LCBની ટીમે ચોક્કસ બાતમી આધારે વોચ ગોઠવી હોઇ કારચાલક દારૂ સાથે રંગેહાથ ઝડપાયો તેમજ એક ઇસમ નાસી છુટ્યો હતો. પાલનપુર LCB પ્રોહિબિશન લગત કાર્યવાહી વચ્ચે આજરોજ બાતમી આધારે મહિસાગરના ઇસમને દારૂ સાથે ઝડપી પાડ્યો છે. કાર્યવાહી દરમ્યાન કારમાંથી કુલ 67,944 નો દારૂ તેમજ મોબાઇલ અને કાર મળી કુલ 2,72,944નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના પોલીસવડાએ પ્રોહિબિશન લગત કડક કાર્યવાહી કરવા સુચના આપેલ છે. જે અનુસંધાને પાલનપુર LCBની ટીમે ચોક્કસ બાતમી આધારે ધરણોધર ત્રણ રસ્તા પાસે નાકાબંધી કરી વોચ ગોઠવી હતી. LCBને બાતમી મળી હતી કે, ગોલા ગામ તરફથી એક સ્વીફ્ટ ગાડી વિદેશી દારૂ ભરીને ધરણોધર તરફ આવી રહી છે. જેથી પંચના માણસો બોલાવી ધરણોધર ત્રણ રસ્તા પાસે નાકાબંધી કરી વોચ ગોઠવી ઇસમને દારૂ સાથે ઝડપી પાડ્યો છે.

સુત્રોએ જણાવ્યું હતુ કે, LCBએ ધાનેરાના ધરણોધર ત્રણ રસ્તા પાસેથી ઝડપાયેલા કારમાંથી ભાનુભાઇ કરશનભાઇ આહિરને (બાલાશીનોર, જી-મહિસાગર) ઝડપા પાડ્યો છે. આ તરફ ખોડાભાઇ ધેલાભાઇ ભરવાડ (બાલાશીનોર, જી-મહિસાગર) નામનો ઇસમ નાસી ગયો હતો. આ સાથે કારમાંથી અલગ-અલગ બ્રાન્ડની બોટલો નંગ-696 કિં.રૂ 67,944, કારની કિં રૂ 2,00,000 અને મોબાઇલ નંગ-1 કિ.રૂ. 5000 મળી કુલ કિ.રૂ 2,72,944નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. LCBએ દારૂ ભરી લઇ જનાર ઇસમ તથા નાસી ગયેલ ઇસમ સામે ધાનેરા પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટની કલમ 65(a), 65(e), 116-B, 81, 98(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.