નાકાબંધી@મોડાસા: પેટ્રોલિંગ દરમ્યાન દારૂ ભરેલી બેગ સાથે ઇસમ ઝડપાયો, ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, મોડાસા મોડાસા રૂરલ પોલીસે એક ઇસમને વિદેશી દારૂની બોટલો ભરેલી બેગ સાથે ઝડપી પાડ્યો છે. મોડાસા રૂરલ પોલીસને પ્રોહી પેટ્રોલિંગ દરમ્યાન ચોક્કસ બાતમી મળી હતી કે, એક ઇસમ બેગમાં દારૂ ભરી હિંમતનગર થઇ અમદાવાદ તરફ જનાર છે. જે હકીકત આધારે વોચ ગોઠવી એક ઇસમને કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો. આ સાથે
 
નાકાબંધી@મોડાસા: પેટ્રોલિંગ દરમ્યાન દારૂ ભરેલી બેગ સાથે ઇસમ ઝડપાયો, ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, મોડાસા

મોડાસા રૂરલ પોલીસે એક ઇસમને વિદેશી દારૂની બોટલો ભરેલી બેગ સાથે ઝડપી પાડ્યો છે. મોડાસા રૂરલ પોલીસને પ્રોહી પેટ્રોલિંગ દરમ્યાન ચોક્કસ બાતમી મળી હતી કે, એક ઇસમ બેગમાં દારૂ ભરી હિંમતનગર થઇ અમદાવાદ તરફ જનાર છે. જે હકીકત આધારે વોચ ગોઠવી એક ઇસમને કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો. આ સાથે તેની પાસે રહેલ બેગની તલાશી લેતાં અંદરથી વિદેશી દારૂની બોટલો મળી કુલ કિ.રૂ.14,400નો દારૂ મળી આવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતે પ્રોહિબિશન લગત કડક કાર્યવાહી કરવા સુચના આપેલ છે. જે અનુસંધાને મોડાસા રૂરલ પીઆઇની સુચનાથી એએસઆઇ અશોકભાઇ સહિતનો સ્ટાફ પ્રોહિ પેટ્રોલિંગમાં હતો. આ દરમ્યાન ચોક્કસ બાતમી મળેલ કે, એક ઇસમ વિદેશી દારૂ થેલામાં ભરી રાજેન્દ્રનગર ચોકડી થઇ હિંમતનગર-અમદાવાદ તરફ જનાર છે. જેથી બાતમી આધારે લલીતકુમાર શંકરલાલજી માલવિયા રહે.મુંડારા, તા.બાલી, જી.પાલી(રાજસ્થાન)વાળાને કોર્ડન કરી ઝડપી પાડ્યો છે.

નાકાબંધી@મોડાસા: પેટ્રોલિંગ દરમ્યાન દારૂ ભરેલી બેગ સાથે ઇસમ ઝડપાયો, ગુનો દાખલ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, બુટલેગરો ગુજરાતમાં દારૂ ઘુસાડવા અવનવા કિમીયા અપનાવતાં હોય છે. જોકે મોડાસા રૂરલ પોલીસે ચોક્કસ બાતમી આધારે દારૂ ભરેલી બેગ સાથે ઇસમને ઝડપી પાડ્યો છે. આ સાથે બેગમાંથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલો નંગ-96 કિ.રૂ.14,400નો ઝડપી પાડ્યો છે. પોલીસે ઇસમ સામે મોડાસા રૂરલ પોલીસ મથકે પ્રોહી એક્ટની કલમ 65(A)(E), 116B મુજબ ગુનો રજીસ્ટર કરાવ્યો છે.