આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડીસા (રામજી રાયગોર)

ડીસાની જાણીતી શૈક્ષણિક સંસ્થા ડી.એન.પી.આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના એન.એસ.એસ વિભાગ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ડીસાના સંયુક્ત ઉપક્રમે પ ફેબ્રુઆરીના રોજ ડીસા કોલેજ ખાતે એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફિસર પ્રો.આશાબેન ચૌધરીના માર્ગદર્શન હેઠળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે કોલેજના નિયામક છગનભાઈ પટેલ, ઈન્ચાર્જ આચાર્ય વંદનાબેન સિસોદિયા, પ્રોગ્રામ ઓફીસર આશાબેન ચૌધરી, એન.એસ.એસ સલાહકાર સમિતિના સભ્ય ડૉ. ભાનુભાઈ પટેલ, પ્રો.હરેશ ભાઈ ત્રિવેદી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ડીસાના પ્રમુખ અરૂણભાઇ કડેલ, પૂર્વ પ્રમુખ ભરતભાઈ શાહ , સુહાસભાઈ પટેલ, મંત્રી બળદેવભાઈ રાયકા, સેક્રેટરી વિનોદભાઈ પટેલ, સભ્ય હિતેશભાઈ વગેરે ઉપસ્થિતિ રહ્યા હતા.

આમંત્રિત મહેમાનો દ્વારા દિપ પ્રાગટ્ય કરી રક્તદાન કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ કેમ્પમાં કોલેજના વિદ્યાર્થી ભાઇ-બહેનોએ ઉત્સાહ સાથે ભાગ લઇ ૧૦૩ બોટલ રક્ત એકત્રિત કર્યું હતું. એકત્રિત કરવામાં આવેલ રકત ડીસાની ભણશાળી હોસ્પિટલ ખાતે જમા કરાવવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત માં એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફિસર પ્રો.આશાબેન ચૌધરીએ રક્તદાનનું મહત્વ સમજાવી વિદ્યાર્થીઓને રક્તદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા એન.એસ.એસ.ના સ્વયંસેવક મનોજ પરમાર, દશરથ સોલંકી, વિમલ શેખલીયા, અશ્વિન વાઘેલા, રાહુલ વાઘેલા, નટવર માળી, મહેશ માળી, હરેશ માળી, મુકેશ પારેગી, યોગેશ સોલંકી, સાક્ષી ત્રિવેદી, સરસ્વતી પરમાર, અર્ચના પટેલ, હીના જોષી, રીટા પરમાર, કાજલ ઠાકોર વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી રક્તદાન કેમ્પમાં કોલેજના રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી,ડીસા તરફથી બોલપેન અને ચોપડા આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં કોલેજનો સ્ટાફ પણ જોડાયો હતો.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code