આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,વડગામ

વડગામમાં વાલ્મીકી સમાજ દ્રારા રક્તદાન કેમ્પ યોજાયો હતો.જેમાં ૫૮ બોટલ રક્તદાન એકત્રીત કરાયુ હતુ. બનાસકાંઠા વાલ્મીકી યુવા સેવા સંગઠન તેમજ બ્રહ્માણી યુવક મંડળ પુરબીયા પરિવાર તેમજ સહયોગી સેવા સંગઠનોના સંયુક્ત ઉપક્રમે વડગામમાં આવેલ પ્રાથમિક શાળા નં-૧માં રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં બ.કાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ વિજયભાઇ ચક્રવતિ, ગજેન્દ્રભાઇ સક્સેના, જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ભરતભાઇ પરમાર,જિલ્લા પંચાયત સદસ્ય અશ્વિન સક્સેના, પાલનપુર નગરપાલિકાના સદસ્ય ચિમનલાલ સોલંકી સહિતના મહાનુભવો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં વાલ્મીકી સમાજના વડીલો,યુવાનો,મહિલાઓ વગેરે દ્રારા બ્લડ આપવામાં આવ્યુ હતુ. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન ગણેશભાઇ પુરબીયા દ્રારા કરવામાં આવ્યુ હતુ.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code