બોર્ડ પરિક્ષાઃધો.10 ગુજરાતી પેપર એકંદરે સરળ રહેતા પરિક્ષાર્થીઓમાં આનંદ

અટલ સમાચાર, ડીસા આજથી ધો.10-12 બોર્ડ પરિક્ષાનો પ્રારંભ થયો છે. ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં પ્રથમ દિવસે ધો.10ના ગુજરાતી વિષયનું પેપર એકંદરે સરળ રહેતા પરિક્ષાર્થીઓના ચહેરા ઉપર આનંદ છવાયેલો નજરે પડ્યો હતો. ઉત્તર ગુજરાતમાં આજથી ધોરણ-10 અને 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ ત્યારે વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. Video: બનાસકાંઠા જીલ્લાના વેપારી
 
બોર્ડ પરિક્ષાઃધો.10 ગુજરાતી પેપર એકંદરે સરળ રહેતા પરિક્ષાર્થીઓમાં આનંદ

અટલ સમાચાર, ડીસા

આજથી ધો.10-12 બોર્ડ પરિક્ષાનો પ્રારંભ થયો છે. ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં પ્રથમ દિવસે ધો.10ના ગુજરાતી વિષયનું પેપર એકંદરે સરળ રહેતા પરિક્ષાર્થીઓના ચહેરા ઉપર આનંદ છવાયેલો નજરે પડ્યો હતો.

ઉત્તર ગુજરાતમાં આજથી ધોરણ-10 અને 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ ત્યારે વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

Video:

બનાસકાંઠા જીલ્લાના વેપારી મથક ડીસા, વડગામ, શિહોરી, કાંકરેજ સહિત દરેક તાલુકા, મહેસાણાના બેચરાજી, ઊંઝા, વિસનગર, વિજાપુર, કડી સહિતના તમામ શહેરમાં પણ આજે ધોરણ 10ની પરીક્ષા આપી હતી. જોકે કેટલાક વિદ્યાર્થીઓમા કભી ખુશી કભી ગમ જેવો માહોલ સર્જાયો હતો. ત્યારે ડીસા શહેર ની નામાકિય સ્કૂલ પાસે પણ વિદ્યાર્થીઓ દ્વારા પ્રથમ પેપર આજે ગુજરાતીનું હોવાથી વિદ્યાર્થીઓના મુખ પર હસીનું હાસ્ય દેખાઈ રહ્યું હતું.

સાથે સાથે જીલ્લામાં આજથી ધોરણ-૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા શરુ થઈ રહી છે. જેમાં બનાસકાંઠા જીલ્લામાં વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે ફોર્મ ભર્યા છે. જયારે શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષાની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી હતી. ત્યારે મુળી અને થાન સહિતના સંવેદનશીલ કેન્દ્રો પર આર્મીના જવાનો તેમજ તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરા અને સ્ટાફ ખડે પગે હાજર રહ્યા હતા.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સમગ્ર રાજ્ય સાથે જીલ્લામાં પણ આજથી ધોરણ-૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. જેમાં બનાસકાંઠા જીલ્લા શિક્ષણાધિકારીના માર્ગદર્શન હેઠળ શહેરની તમામ સ્કૂલો પાસે પોલીસ જવાનો પણ ખડેપગે રહી કોઈ અણબનાવ ન બને તે માટે પણ ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો.  તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યાં હતાં.