આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક 
મહાનગરી મુંબઈમાં બોલીવુડમાં એન્ટ્રીના સોનેરી સપના જોઈ અનેક યુવા યુવતિઓ સફળતા માટે તલપાપડ જોવા મળતા હોય છે. જોકે દરેકને સફળતાના સ્વાદ ચાખવા મળતા હોતા નથી. જો કે કેટલા હિરો, હિરોઈના નસીબ પ્રથમ ફિલ્મ હીટ થતાજ ખીલી ઉઠતા હોય છે. વરુણ અને શ્રદ્ધા કપૂર અભિનીત ફિલ્મ એબીસીડીથી કોરિયોગ્રાફર અને ડાન્સર શકિત મોહન બોલિવૂડમાં ડેબ્યૂ કરવાની છે. દિગ્દર્શક રેમો ડિસોઝાની ડાન્સ આધારિત ફિલ્મ એબીસીડી થ્રીમાં અનેક નવા કોરિયોગ્રાફરોને તક આપવામાં આવી છે. ફિલ્મ સંપૂર્ણ ડાન્સ આધારિત બનવાની છે જેમાં મહેમાન કલાકાર તરીકે પ્રભુદેવા, ગણેશ હેગડે જોવા મળવાના છે. ફિલ્મમાં નોરા ફતેહીના ઠૂમકા પણ દર્શકોને જોવા મળશે. મીડીયા સમક્સ શક્તિએ જણાવ્યું હતું કે ફિલ્મના ફર્સ્ટ શિડયૂલ માટે હું ટીમ સાથે લંડન જવાની છું. હું ખૂબ જ ઉત્સાહમાં છું.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code