આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

શાહિદ કપૂરની ફિલ્મ કબીર સિંહની સફળતા પછી જ્યાં જુઓ ત્યાં આની જ ચર્ચા છે. ફિલ્મે બોક્સ ઓફિસ પર 243 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આની સાથે કબિર સિંહ સૌથી વધારે કમાણી કરનારી હિન્દી ફિલ્મોનાં લિસ્ટમાં આવી ગઇ છે. ત્યારે સાહિદે પણ પોતાનાં ભાવ વધારી દીધા છે.આ ફિલ્મે ફક્ત 19 જ દિવસમાં રૂપિયા 243. 17 કરોડનો બિઝનેસ કરી નાખ્યો છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પરના ઘણા રેકોર્ડસ તોડી નાખ્યા છે.

શાહિદ એક ફિલ્મનાં રૂપિયા 10થી 12 કરોડ રૂપિયા લેતો હતો. હવે તે 21 કરોડ રૂપિયા લેવાનો હતો. પરંતુ તાજા રિપોર્ટના પ્રમાણે ‘કબીર સિંહ’ની સફળતા પછી શાહિદ પોતાના મહેનતાણાની રકમમાં ધરખમ વધારો કરી રહ્યો છે. હવે તે એક ફિલ્મ માટે 21 કરોડ રૂપિયા નહીં પરંતુ 35 કરોડ લેશે.

જો આ વાત માનીએ તો શાહિદ બોલીવૂડના હાઇએસ્ટ પેડએકટર્સની લિસ્ટમા સામેલ થઇ જશે. નોંધનીય છે કે શાહિદની સફળતાથી પ્રભાવિત થઇને કરણ જોહર અને રામ માધવાનીએ તેનો સંપર્ક કર્યો છે. આ ફિલ્મ સાઉથની એક ફિલ્મની રીમેક હશે. જેની વાર્તા ક્રિકેટની આસપાસ ફરતી હશે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code