આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાાચાર. ડેસ્ક

બોવિવુડના કલાકાર આમિરખાનને પોતાનો સ્ટાફ કોરોનાના ચેપમાં સપડાયો હોવાની માહિતી આપી છે. આમિરે ટ્વિટર પર એક લેટર શેયર કર્યો છે. તેમણે જણાવ્યુકે ઘરમાં બીજા લોકોના પણ ટેસ્ટ કરાયા જે નેગેટિવ આવ્યા છે.
આમિરે લખ્યુ કે હું બધાને જણાવુ છુ કે મારા સ્ટાફના કેટલાક લોકો કોરોનાના ચેપમાં સપડાયા છે. તેમને તાત્કાલીક ક્વોરન્ટાઇન કરી દેવાયા છે. બીએમસીના અધિકારીઓએ મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરાવી છે. હું બીએમસીનો આભાર વ્યક્ત કરુ છું. તેઓ મારા સ્ટાફની સારી રીતે દેખભાળ કરી રહ્યા છે. સાથે સોસાયટીને સેનેટાઇઝ કરાઇ છે.
અમારા બધાનો પણ કોરોના ટેસ્ટ કરાયો છે જે નેગેટિવ આવ્યો છે. હવે હું મારા માતાનો કોરોના ટેસ્ટ કરાવું છુ તે છેલ્લા એક વ્યક્તિ છે જેમનો કોરોના ટેસ્ટ બાકી છે. મહેરબાની કરી પ્રાર્થના કરો કે મારા માતાનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવે. બીએમસીના સ્ટાફ સાથે આમિર ખાને કોકિલાબેન હોસ્પિટલના ડોક્ટરો, નર્સ અને સ્ટાફનો પણ આભાર વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યુ- સ્ટાફ ટેસ્ટિંગ પ્રક્રિયા બહુ સારી રીતે સંભાળ લઇ કરી રહ્યા છે.આમિરખાને લખ્યુ- હું તમને જણાવવા માગુ છુ કે મારો સ્ટાફ કોરોના પોઝિટિવ બન્યો છે. તેમને તરત ક્વોરેન્ટાઇન કરાયો છે. બીએમસીના અધિકારીઓ દ્વારા તાત્કાલિક મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરાવાઇ છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code