આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

હાઉસફુલ 4ને લઈ હાલ ભારે ચર્ચા છે અને લોકો આ ફિલ્મની રિલીઝનો ઈંતેજાર કરી રહ્યા છે. આ મલ્ટીસ્ટાર ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકીની પણ એન્ટ્રી થઈ ગઈ છે. હવે નવાઝ પણ પોતાની અદાકારીથી લોકોને હસાવતા જોવા મળશે. નવાઝુદ્દીન સિદ્દીકીવાળો એ સીન જબરદસ્ત કોમેડીથી ભરેલો હશે.

આ ફિલ્મને ફરહાદ સામજી નિર્દેશિત કરી રહ્યા છે. હાલ તમામ સ્ટાર્સ ફિલ્મના ગીતના શૂટિંગમાં વ્યસ્ત છે. હાઉસ 4 ફિલ્મમાં અક્ષય કુમાર, બૉબી દેઓલ અને રિતેશ દેશમુખના અપોઝિટ કૃતિ સેનન, કૃતિ અરબંદા અને પૂજા હેગડે જોવા મળશે.

હાલમાં જ ફિલ્મ હાઉસફુલ 4ની કહાની લીક થઈ હતી. જેમાં માલૂમ પડ્યું હતું કે ફિલ્મમાં અક્ષય એક રાજાના રોલમાં જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ લાંબા સમયથી ચલી રહ્યું છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code